સંસદનું શિયાળુ સત્ર આજથી 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. સંસદમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. જેમાં સરકાર દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યુ કે ફ્લાઇટ્સના જીપીએસ સાથે છેડછાડ કરવામાં આવી છે.
અનેક એરપોર્ટ પર બની સાયબર એટેકની ઘટના
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે દેશના ઘણા મોટા એરપોર્ટ જેમ કે દિલ્હી, કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ, અમૃતસર, બેંગ્લુરુ અને ચેન્નાઈ પર GPS સ્પૂફિંગ અને GNSS ઇન્ટરફેરન્સની ઘટનાઓ નોંધાઈ છે. આ એવી સમસ્યા છે જેમાં સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ જાય છે અને ઉડાન સંચાલન પર અસર પડી શકે છે.નવેમ્બર 2023માં DGCAએ દરેક એરલાઇન્સ અને એરપોર્ટને આવા મામલાની કમ્પલસરી રિપોર્ટિંગના નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ દેશભરમાંથી સતત રિપોર્ટ મળી રહી છે.
ઉડાનોને સુરક્ષિત રીતે સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે
રાજ્ય સભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે જ્યારે પણ સેટેલાઇટ નેવિગેશનમાં તકલીફ આવે છે, ત્યારે ભારતમાં હાજર ‘મિનિમમ ઓપરેટિંગ નેટવર્ક’—જે જમીન આધારિત પરંપરાગત નેવિગેશન અને સર્વેલન્સ સિસ્ટમ પર ચાલે છે,તે ઉડાનોને સુરક્ષિત રીતે સંચાલિત કરવાની ક્ષમતા ધરાવે છે.
સરકારે સ્વીકાર્યું કે GPS ડેટા સાથે છેડછાડ કરાઇ
સરકારે સ્વીકાર્યું કે સેટેલાઇટ સંકેતોમાં ઉડાનોની સુરક્ષા માટે ગંભીર બાબત છે અને તેથી જ મોનીટરીંગ અને ટેકનિકલ તપાસને વધુ મજબૂત કરવામાં આવી છે. સંસદને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે બધા મોટા એરપોર્ટ આવા કેસોને નિયમિત રીતે નોંધે છે જેથી શક્ય કોઈપણ સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય
GPS સ્પૂફિંગ શું છે?
GPS સ્પૂફિંગ એક પ્રકારનો સાયબર હુમલો છે. તેમાં હુમલાખોર ખોટા સેટેલાઇટ સિગ્નલ મોકલે છે, જેના કારણે વિમાન અથવા કોઈપણ GPS આધારિત ઉપકરણ ખોટી લોકેશન અથવા ખોટો ડેટા બતાવવા લાગે છે.
એવી સ્થિતિમાં વિમાનના નેવિગેશન સિસ્ટમને ખોટી સ્થિતિ, ખોટા એલર્ટ અથવા ખોટી ટેરેન ચેતવણીઓ મળી શકે છે. ખતરો એ છે કે વિમાન તેની વાસ્તવિક દિશાથી ભટકાવી શકે છે અથવા સિસ્ટમ એવી પરિસ્થિતિ બતાવી શકે છે જે હકીકતમાં હોય જ નહીં.દિલ્હી એરપોર્ટની નજીક તાજેતરમાં ઘણી ઉડાનોને 60 નોટિકલ માઇલ સુધી ખોટું લોકેશન ડેટા મળતું રહ્યું. આ ગડબડીને કારણે કેટલીક ઉડાનોને એહિતિયાતન નજીકના એરપોર્ટ જેમ કે જયપુર અથવા લખનઉ તર ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચોઃ રાયસેનના બરેલી-પિપરિયા માર્ગ પર પુલનો ભાગ ધરાશાયી, 4 બાઇક નદીમાં ખાબકી, 10 ઘાયલ


