વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી આ યોજના દિકરી માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દિકરીઓના ખાતા ખોલી શકાય છે. બીજી કોઇ પણ બચત યોજનામાં આના જેટલુ વ્યાજ નથી મળતુ. આવો જાણીએ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. જેના હેઠળ તમારી દિકરીને ખાતાની મેચ્યોરિટી પર 23,09,193 રૂપિયા મળી શકે છે.
દર વર્ષે મહત્તમ રૂપિયા 250થી લઇને 1.5 લાખના રોકાણની મર્યાદા
સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક રોકાણ યોજના છે. આ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની કોઈપણ દીકરીનું ખાતું ખોલાવી શકાય છે. SSY ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા ₹250 જમા કરાવવા પડે છે. આ યોજનામાં તમે તમારી દીકરીના નામે એક વર્ષે મહત્તમ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનામાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે અને ખાતું ખોલાવેલી તારીખથી 21 વર્ષ પછી આ ખાતું મેચ્યોર થાય છે. જો તમારી દીકરી 18 વર્ષની થઈ ગઈ હોય અને તેની લગ્ન કરવાની જરૂર હોય, તો આ સ્થિતિમાં પણ તમે તેની ખાતું બંધ કરાવી શકો છો, ત્યારબાદ બધા જ રૂપિયા દીકરીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
23 લાખ રૂપિયા મેળવવા માટે કેટલું રોકાણ કરવું પડશે?
આ યોજનાના અંતર્ગત એક પરિવારની મહત્તમ બે દીકરીઓનાં જ ખાતાં ખોલાવી શકાય છે. જોકે, જ્યાં પરિવારમા જુડવા દિકરીઓ, ત્યાં બે કરતાં વધારે દીકરીઓનાં પણ ખાતાં ખોલાવી શકાય છે. તમે દેશના કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં તમારી દીકરીના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો. જો હાલ તમારી દીકરીની ઉંમર 1 વર્ષ છે અને તમે આ વર્ષે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવો છો, તો તમારી દીકરીને ખાતું મેચ્યોર થતા ₹23,09,193 રૂપિયા મળી શકે છે. આ માટે તમને 15 વર્ષ સુધી દર વર્ષે ₹50,000નું રોકાણ કરવું પડશે.એટલે કે મહિને 4166 રૂપિયાનુ રોકાણ કરવુ પડશે.


