દુશ્મન હજાર મળે…પરંતુ મિત્ર દગાબાજ ન મળવો જોઇએ. આવી જ કઇક પરિસ્થિતિ શ્રીલંકામાં હશે. આજે શ્રીલંકાની સરકાર અને ત્યાના પૂર પીડિત લોકો પાકિસ્તાન માટે બોલી રહ્યા હશે…ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ચક્રવાત દિતાવાહ નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. ભારત સહિત ઘણા દેશો ત્યાં રાહત સામગ્રી મોકલી રહ્યા છે.પરંતુ પાકિસ્તાને બધી હદો વટાવી દીધી છે. શાહબાઝ શરીફે સહાયના નામે શ્રીલંકાને જે રાહત સામગ્રી મોકલી હતી તે એક્સપાયરી ડેટની હતી. આવી જ દગાબાજી પાકિસ્તાને તુર્કી સાથે પણ કરી હતી.
શ્રીલંકામાં પાકિસ્તાનની ‘ફેક મદદ’ની પોલ ખુલી
હકીકતમાં, શ્રીલંકામાં ભારતનું રાહત અને બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. એ દરમિયાન પોતાને પણ મોટું બતાવવા માટે પાકિસ્તાને ઝડપથી ફૂડ આઇટમ્સ મોકલી દીધી અને પોતાની શોભા વધારવા માટે શ્રીલંકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસના X હેન્ડલ પરથી ફોટા પણ શેર કરી દીધા.પરંતુ તેનો ફરજીવાડો વધારે ન ટક્યો. જ્યારે લોકોએ ખાદ્યસામગ્રીના ફોટા ઝૂમ કરીને જોયા તો તેમાં એક્સપાયરી તારીખ 2024 દેખાઈ. એટલે મદદના નામે પાકિસ્તાન પહેલેથી જ મુશ્કેલીમાં આવેલા શ્રીલંકાવાસીઓને નવી મુશ્કેલી આપી દીધી. સોશિયલ મીડિયા પર આ વાતને લઇને હોબાળો મચી ગયો છે.
તુર્કી સાથે પણ કર હતી આવી જ દગાબાજી
વર્ષ 2023માં તુર્કીમાં આવેલ ભૂકંપ પછી ભારતે મોટા પાયે રાહત-બચાવ કાર્ય ચલાવ્યું હતું અને ટનો ટન રાહત સામગ્રી મોકલી હતી. ત્યારે આપણા ‘કંગાળ પડોશી’ પાછળ કેવી રીતે રહે? ભારતની દુનિયામાં વખાણ થવા લાગ્યા તો શહબાઝ શરીફ પોતે રાહત સામગ્રી લઈને તુર્કી પહોંચી ગયા. રંતુ જ્યારે ધ્યાનથી તપાસવામાં આવ્યું તો ખબર પડી કે આ તો એ જ સામગ્રી હતી, જે તુર્કીએ પાકિસ્તાનને પૂર દરમિયાન આપી હતી. એટલે પાકિસ્તાન એ તુર્કીનો જ માલ તેને જ પાછો પધરાવ્યો હતો.
આ પણ વાંચોઃ ઇમરાન ખાન મામલે સરકાર ઝૂકી, બહેનને મળવા જવાની મળી પરવાનગી


