Gen Zઓની લાંબા સમયથી ચાલી રહેલી માગને હવે સંતોષવ માટે પગલા લેવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
‘Gen Z શહીદ દિવસ’ની ઉજવણી
નેપાળના વચગાળા સરકારના પીએમ સુશીલા કાર્કીએ જણાવ્યુ છે કે, દર વર્ષે વિક્રમ સંવત અનુસાર ભાદ્ર માહની 23 તારીખે ‘Gen Z શહીદ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ સંસદની બહાર થયેલી હિંસામાં 22 યુવાઓના મોત થયા હતા. બે દિવસની ઉથપ-પાથલમાં કુલ 76 લોકોના જીવ ગયા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
‘શહીદ ઓળખ પત્ર’ અપાશે
કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને Gen Zઓની ભાવનાને સમ્માન આપવા સમાન જોવામાં આવી રહ્યુ છે. વચગાળાની સરકારે ન માત્ર શહીદ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. પરંતુ સાથે જ શહીદ પરિવારને સન્માન આપવા માટે ફોટોયુક્ત ‘શહીદ ઓળખ પત્ર’ પણ જાહેર કરવાની જાહેરાત કરી છે. આ ઓળખ પત્ર માતા અથવા પિતા, પતિ કે પત્ની અથવા અવિવાહિત પુત્રી કે અવિવાહિત પુત્રને આપવામાં આવશે.
Gen Z પરિવારમાં આશાનું કિરણ
કે.પી.શર્મા ઓલીના રાજીનામાં બાદ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ 12 સપ્ટેમ્બરના રોજ વચગળાની સરકારની પીએમ તરીકે પદભાર સંભાળ્યો છે. સત્તાની કમાન સંભાળ્યા બાદ સુશીલા કાર્કીએ શાંતિથી પરિસ્થિતિ સંભાળી છે. અને આંદોલનમાં મૃત્યુને ભેટનાર વિદ્યાર્થીઓ માટે ‘Gen Z શહીદ દિવસ’ની ઉજવણી કરવા માટે જાહેરાત પણ કરી છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે સંસદ ભંગ કરીને આગામી ચૂંટણી 5 માર્ચ 2026ના રોજ યોજવાની છે.
આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર Elon Muskના નિવેદને ખેંચ્યું બધાનું ધ્યાન, શું કરી આગાહી?, જાણો


