દિલ્હી ભાજપના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્વરાજ કૌશલના નિધન મામલે માહિતી આપવામાં આવી છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા.
કોણ હતા સ્વરાજ કૌશલ ?
નવી દિલ્હીથી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજના પિતા અને સુષ્મા સ્વરાજના પતિ તથા મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ વકીલ સ્વરાજ કૌશલનું 73 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં 12 જુલાઇ 1952ના રોજ થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ હતા. સ્વરાજ કૌશલ, દેશના પ્રખ્યાત વક્તા હતા. સ્વરાજ મિઝોરમના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી ચુક્યા છે. તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમના પિતા અંગેની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
સાંસદ બાંસુરી સ્વરાજની ભાવુક પોસ્ટ
સાંસદ બાંસુરી સ્વરાજે એક્સ પર પોસ્ટ કરતા લખ્યુ છે કે, પાપા સ્વરાજ કૌશલ જી, તમારો પ્રેમ, તમારુ અનુશાસન, તમારી સરળતા, તમારો રાષ્ટ્ર્પ્રેમ અને તમારું ધૈર્ય મારા જીવન માટે રોશની સમાન છે. તમારુ આવી રીતે જતા રહેવું એ મારા માટે દુઃખદ પીડા સમાન છે. તમારુ અને માતાનું હવે ફરીથી મિલન થશે. તે વાતથી હું ખૂબ ખુશ છું. તમારી પુત્રી તરીકે જન્મ લેવું એ મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. તમારા શિક્ષા, મૂલ્યો અને સિદ્ધાંતો હવે મારી આગામી યાત્રા માટેનો આધાર છે.
સુષ્મા સ્વરાજ સાથે કર્યા હતા લગ્ન
1975માં સ્વરાજ કૌશલના વિવાહ સુષ્મા સ્વરાજ સાથે થયા હતા. સુષ્મા સ્વરાજ ભાજપના દિગ્ગજ નેતા હતા. 2014માં મોદી સરકારમાં તેઓ વિદેશ મંત્રી તરીકેની ભૂમિકા ભજવી ચુક્યા હતા. ત્યાર બાદ 2019માં તેમનુ નિધન થયુ હતુ. સુષ્મા સ્વરાજે દિલ્હીના સીએમ તરીકે પણ જવાબદારી સંભાળી હતી.


