વડોદરામાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા એસટીપી પ્લાન્ટમાં જીપીસીબીના નવા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની જીપીસીબી તથા માનવ અધિકાર આયોગે બનાવેલી કમિટીએ આજે નિરિક્ષણ કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જીપીસીબીના નિયમો બદલાતા હાલ ગાજરાવાડી પ્લાન્ટ ખાતે પાણીના બીઓડી લેવલમાં તફાવત જોવા મળ્યો હતો.
ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ ખાતે કમિટીએ મુલાકાત લીધી
વડોદરામાં હાલ 13 જેટલા એસટીપી પ્લાન્ટ છે જ્યાંથી પાણી શુદ્ધિકરણ કરીને છોડાય છે અને તેમાં એક કે બે એસટીપી પ્લાન્ટમાં જીપીસીબીના જુના નિયમો મુજબ પાણી ટ્રીટમેન્ટ કરાય છે જેથી આજે ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ ખાતે આ કમિટીએ મુલાકાત લીધી હતી અને પાણીના શુદ્ધિકરણના બીઓડી લેવલની ચકાસણી કરી હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા.
જૂના પ્લાન્ટ એક કે બે છે ત્યાં અમે ચેક કરવા આવ્યા છીએ
જીપીસીબીના અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે ગાજરાવાડી એસટીપી પ્લાન્ટમાં ચેક કરવા આવ્યા છીએ . વડોદરામાં 13 એસટીપી છે અને તેમાંથી મોટાભાગના પ્લાન્ટમાં નવા નિયમો મુજબ પાણીનું ટ્રીટમેન્ટ કરાઇ રહ્યું છે પણ જે જૂના પ્લાન્ટ એક કે બે છે ત્યાં અમે ચેક કરવા આવ્યા છીએ અને શું ઇસ્યુ છે તેની ચકાસણી કરી રહ્યા છે. ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ 2002થી કાર્યરત છે અને કોર્પોરેશન હવે નવો પ્લાન્ટ બનાવી રહી છે.
ગાજરાવાડીમાં બીઓડી લેવલ 30 મુજબના પેરામીટર હાલ મળે છે
બીજી તરફ કોર્પોરેશનના અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે જીપીસીબીના જે નિયમો હાલ કડક બન્યા છે તે નિયમો મુજબ પ્લાન્ટમાં પેરામીટર મળે છે કે કેમ તેની ચકાસણી કરવા ટીમ આવી છે. ગાજરાવાડીમાં બીઓડી લેવલ 30 મુજબના પેરામીટર હાલ મળે છે. પણ 2018 પછી જીપીસીબીએ નિયમો કડક કર્યા છે તેમાં નવા નિયમો મુજબ પેરામીટર મળે તે માટે હાલ નવો પ્લાન્ટ બનાવાઇ રહ્યો છે અને નવો પ્લાન્ટ બનતા જ જુનો પ્લાન્ટ બંધ કરી દેવાશે.
આ પણ વાંચો— Putin India Visit: પાકિસ્તાનના એક્સપર્ટ ભડક્યા, અમે સીટીઓ મારીને બોલાવીએ છે પણ અમારી સામે પણ પુતિન જોતા નથી


