ભારતમાં દરેક રીતે વૈવિધતા જોવા મળે છે. પ્રાદેશિક રીત રિવાજોથી લઈને ખાનપાનમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય લોકો તહેવારની ઉજવણી સાથે સ્વાદના શોખીન છે. પરંતુ સ્વાદના ચક્કરમાં તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. શરીર સ્વસ્થ રાખવા તમામ પ્રકારના વિટામિન, મિનરલ્સ અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. એક સંસોધનમાં સામે આવ્યું છે કે સૌથી વધુ સ્વાસ્થ્ય સમસ્યા શાકાહારી લોકોમાં જોવા મળી છે. હેલ્થ એક્સપર્ટના મતે શાકાહારી લોકોમાં વિટામિન B12ની ઉણપ તેનું કારણ છે.
શાકાહારીમાં વિટામિન B12ની ઉણપનું આ છે કારણ
એક અહેવાલ મુજબ,શુદ્ધ શાકાહારીઓમાં વિટામિન બી12ની ઉણપ સૌથી વધુ જોવા મળે છે. ભારતીય વસ્તીના ઓછામાં ઓછા 47 ટકા લોકોમાં વિટામિન B12 ની ઉણપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફક્ત 26 ટકા લોકો પૂરતા પ્રમાણમાં વિટામિન B12 નું સેવન કરી રહ્યા છે. પ્રોટીન અને ફાઇબરની સાથે, વિટામિન્સ પણ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વિટામિન આપણને જુદી-જુદી બીમારી સામે રક્ષણ આપે છે. શાકાહારીઓમાં વિટામિન B12 ની ઉણપ સૌથી વધુ જોવા મળે તેનું કારણ છે ખોરાક. મોટાભાગના ખોરાકમાં વિટામિન હોય છે પરંતુ વિટામિન B12 બહુ ઓછા પ્રમાણમાં હોય છે.
વિટામિન B12 કેમ જરૂરી છે, એક્સપર્ટ
વિટામિન B12 ત્રણ બાબતો માટે જરૂરી છે. શરીરમાં લોહી બનાવવા માટે જરૂરી છે આ વિટામિન. વિટામિન B12 આપણા શરીરમાં નવા લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. આ હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખે છે અને નબળાઇ અને થાક ઘટાડે છે. આપણું શરીર દરરોજ નવા કોષો બનાવે છે. વિટામિન B12 આ કોષો, DNA માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણી ચેતાઓમાં માયલિન નામનું રક્ષણાત્મક આવરણ હોય છે. આ આવરણ ચેતાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. B12 ની ઉણપ આ આવરણને નબળી પાડવાના કારણે નિષ્ક્રિયતા આવે છે, ઝણઝણાટ થાય છે અને ચેતા સંબંધિત સમસ્યાઓ થાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


