ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ પછી પાંચ મેચની T20I સીરિઝ રમાશે જેમાંથી પહેલી મેચ કટકમાં રમાશે.આફ્રિકન ટીમે ટેસ્ટ સીરિઝ જીતી હતી.જ્યારે ભારતે ODI સીરિઝમાં આફ્રિકન ટીમને 2-1થી હરાવી હતી.સૂર્યકુમાર યાદવ હવે T20I સિરીઝ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે,જ્યારે આફ્રિકન ટીમના કેપ્ટન,એડન માર્કરામ હાજર છે.
T20Iમાં ભારતીય ટીમનો દબદબો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 T20I મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 18 જીતી છે. આફ્રિકન ટીમે 12 જીતી છે. એક મેચ ડ્રો રહી હતી. આમ, T20I ક્રિકેટમાં ભારતીય ટીમનો હાથ આફ્રિકન ટીમ સામે છે.આફ્રિકન ટીમ છેલ્લા 10 વર્ષમાં ભારત સામે સીરિઝ જીતી નથી.ભારત સામે T20I સીરિઝ જીતવી હંમેશા મુશ્કેલ કાર્ય રહ્યું છે.અત્યાર સુધી,આફ્રિકન ટીમે ભારત સામે ફક્ત બે વાર દ્વિપક્ષીય T20I સીરિઝ જીતી છે.2012માં બંને ટીમો ફક્ત એક જ મેચની સીરિઝ રમી હતી.ત્યારબાદ 2015માં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની સીરિઝ રમાઈ હતી.જેમાં દક્ષિણ આફ્રિકાએ 2-0થી જીત મેળવી હતી.ત્યારથી, આફ્રિકન ટીમ ભારત સામે એક પણ મેચ જીતી શકી નથી.છેલ્લા 10 વર્ષમાં આફ્રિકન ટીમ ભારત સામે એક પણ T20I સીરિઝ જીતી શકી નથી.
બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓ
બંને ટીમો પાસે T20I સીરિઝ માટે સ્ટાર ખેલાડીઓ છે.તેથી એક રોમાંચક મેચ જોવા મળશે.ભારત પાસે સૂર્યકુમાર યાદવ,શુભમન ગિલ,અભિષેક શર્મા,સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર બેટ્સમેન છે.દરમિયાન એડન માર્કરામના નેતૃત્વ હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડેવાલ્ડ બ્રેવિસ,રીઝા હેન્ડ્રિક્સ,ડેવિડ મિલર અને ક્વિન્ટન ડી કોક જેવા ખેલાડીઓ છે.
બંને ટીમોની સંભવિત ટીમ :
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, સંજુ સેમસન, વોશિંગ્ટન સનદર.
દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, રીઝા હેન્ડ્રિક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ઓટ્ટનીલ બાર્ટમેન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, ડેવિડ મિલર, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, માર્કો જેન્સેન, ક્વિન્ટન ડી કોક, ડોનોવાન ફરેરા, એનરિક નોર્ટજે.


