કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. પોતાના ભાષણની શરૂઆત કરતી વખતે શાહે કહ્યું કે ચૂંટણી સુધારા પર ચર્ચાથી BJPના લોકો ભાગતા નથી. આ મુદ્દા પર સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાની બેઠક પરથી ઊભા થયા અને શાહને કહ્યું કે હું તમને ચેલેન્જ કરું છું.બાદમાં અમિત શાહ આક્રમક રૂપમાં વિપક્ષ પર આકરાં પ્રહારો કર્યા હતા.
મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, તમે નહીં
અમિત શાહે કહ્યું કે હું રાહુલ ગાંધીના બધા પ્રશ્નોના જવાબ આપીશ. હું 30 વર્ષથી સંસદ કે વિધાનસભામાં ચૂંટાઈને આવું છું. આવું ક્યારેય થયું નથી. મારા બોલવાનો ક્રમ હું નક્કી કરીશ, તમે નહીં. શાહે કહ્યું કે મારું દાયિત્વ છે કે સાચી માહિતી આપવી. જેટલા આરોપ લગાવાયા, તેમના જવાબ આપવા. હું રાહુલ ગાંધીના બધા પ્રશ્નોના જવાબ આપી રહ્યો છું.
મહ્તવની વાતો
-વિપક્ષની કૃપાથી મોદી PM નથી બન્યા
-કોંગ્રેસના નેતાઓ પત્રકારો સામે પણ સવાલ ઉઠાવે છે
-કોંગ્રેસની હારનુ કારણ EVM નહીં તેમનુ નેતૃત્વ છે
-રાહુલ ગાંધી જવાબ સાંભળવા માટે ધૈર્ય રાખે
-સરદાર પટેલને 28 અને નહેરૂને 2 મત મળ્યા હતા
-સરદાર પટેલના સ્થાને નહેરૂને પીએમ બનાવાયા
-પહેલા વોટ ચોરીની ત્રણ ઘટનાઓ બની
-2014 બાદ કોંગ્રેસની હારવાની પરંપરા શરૂ થઇ
ઘૂસણખોરો CM અને PM નક્કી ન કરી શકે


