આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી 3 દિવસની ભારત મુલાકાતે છે. લિયોનેલ મેસ્સી, ઉરુગ્વેના સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ સાથે શુક્રવારે મધ્યરાત્રિએ કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યો હતો. શનિવારે સવારે, તેઓ કોલકાતા સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.લિમિટ કરતાં વધુ ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા.
સ્ટેડિયમમાં તોડફોડ પણ કરી હતી
મેસ્સીની એક ઝલક ન મળવાને કારણે, ચાહકો બેકાબૂ થઈ ગયા અને સ્ટેડિયમમાં તોડફોડ પણ કરી હતી. સાંજે મેસ્સીએ હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમી હતી.આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે.
15 ડિસેમ્બર, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
મિસ મેનેજમેન્ટની ચર્ચા
કોલકાતામાં સ્ટાર ફૂટબોલર મેસ્સીના કાર્યક્રમના મિસ મેનેજમેન્ટની ચર્ચા માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે થઈ રહી છે. કોલકાતામાં જે બન્યું તેને દેશની છબી પર ડાઘ ગણાવવામાં આવી રહ્યું છે.તેણે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેના માટે તેણે મોટી રકમ વસૂલ કરી હતી લોકોને મેસ્સીની એક ઝલક પણ મળી નહીં. પરિણામે, આ કાર્યક્રમ મિસ મેનેજમેન્ટમાં ફેરવાઈ ગયો.પોલીસે હાલમાં ઇવેન્ટ આયોજકની ધરપકડ કરી છે અને દાવો કર્યો છે કે લોકોના પૈસા પરત કરવામાં આવશે.


