બાંગ્લાદેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય ચૂંટણી થવા જઇ રહી છે. પરંતુ તે પહેલા જ ત્યાં હિંસા વધવા લાગી છે. આ અંશાકિને ધ્યાનમાં રાખીને ભારતીય કમિશને રાજધાની ઢાકામાં આવેલા વિઝા એપ્લિકેશન કેન્દ્રને બંધ કરી દીધુ છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં હાલની સુરક્ષા સ્થિતિને જોતા ભારતે બુધવારે પોતાનુ ભારતીય વિઝા કેન્દ્રને અસ્થાયી રૂપથી બંધ કરી દીધુ છે. આ કેન્દ્ર ઢાકાના જમુના ફ્યુચર પાર્કમાં સ્થિત છે અને રાજધાનીમાં દરેક ભારતીય વિઝા સેવાઓનુ મુખ્ય એકીકૃત કેન્દ્ર માનવામાં આવે છે.
બુધવારે બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવામાં આવ્યુ કેન્દ્ર
આઇવીએસીએ એક નિવેદનમાં કહ્યુ કે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બુધવારે બપોરે 2 વાગ્યા બાદ કેન્દ્ર બંધ કરી દીધુ છે. કેન્દ્રએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે જે લોકોને આજે એપ્લિકેશન જમા કરાવાવાની એપોઇન્ટમેન્ટ હતી, તેમની તારીખ આગળ ફરી આપવામાં આવશે.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઇકમિશનને જાણ કરી
આ પહેલા, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના ઉચ્ચાયુક્ત રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવ્યું હતું.મંત્રાલયે ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે કેટલાક કટ્ટરપંથી તત્વો દ્વારા કરવામાં આવી રહેલા કથિત કાવતરાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.


