મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા ઠાકરે બંધુઓ ગઠબંધન કરી શકે છે. ઉમેદવારી ફોર્મ ભર્યાના પહેલા તેઓ સત્તાવાર રીતે સાથે આવવાની જાહેરાત કરી શકે છે. મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા ઠકારે બંધુઓએ મોટો માસ્ટર સ્ટ્રોક આપવાની તૈયારી કરી લીધી છે.
ઠાકરે બંધુઓ કરી શકે છે મોટી જાહેરાત
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચૂંટણીમાં ઉમેદવારી ઉોર્મ ભર્યાના એક દિવસ પહેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સત્તાવાર રીતે સાથે આવશે અને ગઠબંધનની જાહેરાત કરી શકે છે.
મહત્વનું છે કે 23 ડિસેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. તેથી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે 22 ડિસેમ્બરે અથવા 23 ડિસેમ્બરની સવારે તેમના જોડાણની જાહેરાત કરી શકે છે.
રાજ અને ઉદ્ધવ ઠાકરેનો માસ્ટરસ્ટ્રોક શું છે?
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) એક વિશાળ મેદાનમાં એક રેલીમાં તેમના ગઠબંધનની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઠાકરે બંધુઓએ બંને પક્ષોના અસંતુષ્ટ ઉમેદવારો ભાજપ અને શિવસેનામાં ન જોડાય તેનું પણ ધ્યાન રાખ્યું છે, તેથી તેઓ આ વિચાર લઈને આવ્યા છે. જેથી આ પગલુ ભાજપ અને એકનાથ શિંદે જૂથ સામે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બધા ઉમેદવારોને સીધા ફોન દ્વારા બોલાવવામાં આવશે અને AB ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. નારાજ ઉમેદવારો છેલ્લી ઘડીએ પાર્ટી છોડી દે તેવી શક્યતા છે. તેથી રાજ અને ઉદ્ધવ ઠાકરે યોગ્ય સમયે બધાને ચોંકાવી દેશે.
16 જાન્યુઆરીએ ચૂંટણી પરિણામ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓ માટે મતદાન 15 જાન્યુઆરીએ થશે. પરિણામો બીજા દિવસે 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.


