છેલ્લા ઘણા સમયથી ઇમેઇલ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળવાનો સિલસિલો વધી ગયો છે. પછી તે શાળા હોય, કોલેજ હોય કે પછી સરકારી સંસ્થા. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જેને લઇને વહીવટી તંત્ર દોડતુ થાય છે. ત્યારે વર્ષ 2025માં દેશમાં કઇ કઇ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તે વિશે જાણીએ.
2025માં કેટલી શાળા કોલેજને મળી ધમકી
2025માં ભારતના અનેક શહેરોમાં સેંકડો શાળાઓ અને અગ્રણી કોલેજોને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકીઓ મળી હતી.અત્યાર સુધીની તપાસમાં આ બધી ધમકીઓ બનાવટી સાબિત થઈ છે.ત્યારે આનો જાણીએ વર્ષ 2025માં ક્યારે અને ક્યાં ધમકીઓ મળી.
શાળાઓ અને કોલેજોને ધમકીઓ
જુલાઈ 2025
16-18 જુલાઈ: દિલ્હી અને બેંગલુરુમાં આશરે 90 થી 100 શાળાઓને બોમ્બ ધમકીઓ મળી હતી. દિલ્હીમાં 60 શાળાઓ અને બેંગલુરુમાં આશરે 50 શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી.
કોલેજો: હિન્દુ કોલેજ, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC), અને દિલ્હી યુનિવર્સિટીની ઇન્દ્રપ્રસ્થ (IP) કોલેજ ફોર વુમનને પણ ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા.
ઓગસ્ટ 2025
20 ઓગસ્ટ: દિલ્હીમાં આશરે 50 શાળાઓને ફરીથી બોમ્બ ધમકીઓ મળી હતી.
28 ઓગસ્ટ: દિલ્હીમાં 20 કોલેજો (જેમ કે જીસસ અને મેરી કોલેજ) ને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા.
સપ્ટેમ્બર 2025
21-29 સપ્ટેમ્બર: દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં 300 થી વધુ શાળાઓ અને કેટલાક એરપોર્ટને ઇમેઇલ દ્વારા ધમકીઓ મળી.
ડિસેમ્બર 2025
- 3 ડિસેમ્બર: દિલ્હી યુનિવર્સિટીની રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજને ઇમેઇલ દ્વારા બોમ્બથી ધમકીઓ મળી.
- 10-12 ડિસેમ્બર: દિલ્હી અને અમૃતસર, પંજાબમાં ઘણી શાળાઓને નિશાન બનાવવામાં આવી.
- 15 ડિસેમ્બર: પંજાબના જલંધરમાં 11 ખાનગી શાળાઓને ધમકીઓ મળી.
- 17 ડિસેમ્બર: અમદાવાદ અને ગાંધીનગરમાં લગભગ 30 શાળાઓ (ઝાયડસ સ્કૂલ, મહારાજા અગ્રસેન અને ઉધગમ સ્કૂલ સહિત) ને ધમકીઓ મળી. ઇમેઇલમાં “બદલો” લેવાની વાત કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાંના ઘણા ઇમેઇલ વિદેશી સર્વર (જેમ કે જર્મની અને યુકે) અને VPN નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા હતા. પોલીસ અને બોમ્બ નિકાલ ટુકડીઓને કોઈપણ સંસ્થામાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.


