જો તમારા વાહનમાં PUCC નથી, તો તમે આજથી, એટલે કે 18 ડિસેમ્બર 2025 થી દિલ્હીમાં પેટ્રોલ કે ડીઝલ મેળવી શકશો નહીં. દિલ્હીમાં આજથી આ નિયમ લાગુ થતા સીએનજી સ્ટેશન તથા પેટ્રોલ પંપ પર મોટા બોર્ડ લગાવી દેવાયા છે. પેટ્રોલ કે સીએનજી પુરાવા તમે પહોંચો તો પહેલા તમારી પાસેથી પીયુસી સર્ટી માગવામાં આવી રહ્યું છે ત્યાર બાદ જ પેટ્રોલ કે ડીઝલ ભરવામાં આવી રહ્યું છે.


