- ધ્રાંગધ્રાના ધ્રુમઠ પાસે રેડ કરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ
- બે જગ્યાએ દરોડામાં 2 લોડર, બે જેસીબી અને બે ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત
- ખનીજ ચોરી કરતા હોવાની CMOમાં ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફીયાઓ ખનીજ ચોરી કરતા હોવાની CMOમાં ફરિયાદ બાદ ગાંધીનગરના આદેશ બાદ ધ્રાંગધ્રાના ધ્રુમઠની સીમમાં રેતી ચોરી કરતા સ્થળે રેડ કરી ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. જ્યારે થાનગઢના વેલાળા(સા)ની સીમમાં કાર્બોસેલની ખનીજચોરી કરતા વાહનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી મામલે ધ્રાંગધ્રાના ધ્રુમઠની સીમમાં રેતીની મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીયાદ કરતા ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ બાદ ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટની ટીમે ધ્રુમઠની સીમમાં રેડ કરી હતી. રેડ દરમિયાન એક લોડર, એક જેસીબી અને એક ટ્રેકટર સાથે 2 ટન સાદી રીતે જપ્ત કરી હતી. બીજી તરફ થાનગઢ તાલુકાના વેલાળા(સા)ની સીમમાં કાર્બોસેલની ખનીજ ચોરી સ્થળે રેડ કરતા દશેક કુવામાંથી લોખંડની ચરખીઓ, એક લોડર અને બે ટ્રેકટર સહિત કુલ રૂ. પંદર લાખની કિંમતનો મુદમાલ જપ્ત કર્યો હતો. આમ ખનીજ વિભાગે બે જગ્યાએ ખનીજ ચોરી ઝડપી લેતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. બીજી તરફ ખનીજ વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં ચોતરફ ખનીજ ચોરી ઝડપી કરોડો રૂપિયાનો મુદમાલ ઝડપી લેતા ખનીજ માફીયાઓમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.