બાંગ્લાદેશમાં જ્યાં એક વધુ જમીની સ્તર પર ભારત વિરોધી પ્રદર્શન વધી રહ્યુ છે. તેવી રીતે સમુદ્રમાં પણ તણાવ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી ભારતે એક પ્રકારે અસામાન્ય પેટર્નને નોટિસ કરી છે કે બંગાળની ખાડીમાં સતત વધી રહેલી સંખ્યામાં બાંગ્લાદેશની માછલી પકડનારી હોડીઓ ભારતીય જળસીમામાં પ્રવેશ કરી રહી છે.
નૌકાદળના પેટ્રોલ જહાજે 16 માછીમારોને લઈ જતી ભારતીય ટ્રોલરને ટક્કર મારી
આ મામલો 15 ડિસેમ્બરે એ સમયે ચર્ચામાં આવ્યો, જ્યારે બાંગ્લાદેશ નૌકાદળના પેટ્રોલ જહાજે 16 માછીમારોને લઈ જતી ભારતીય ટ્રોલરને ટક્કર મારી હતી. ફેબ્રુઆરીમાં ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવના વધી રહી છે તેવા સમયે આ ઘટનાક્રમ સામે આવ્યો છે. શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશે વિશેષ રૂપથી બંગાળની ખાડીથી ભારતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કર્યો છે. યુનુસ પહેલા આ દાવો કરી ચૂક્યા છે કે બાંગ્લાદેશ આખા વિસ્તારમાં મહાસાગરનો સંરક્ષક છે, જેને લઇને ભારતમાં અસહજતા છે.
ભારતીય માછીમારોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી
આ સમગ્ર ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક માછીમારી કરતા ભારતીય માછીમારોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સોમવારે તણાવ ત્યારે વધુ વધી ગયો જ્યારે આરોપ લાગ્યો કે બાંગ્લાદેશ નૌસેનાના એક જહાજે સીમા નજીક પશ્ચિમ બંગાળના 16 માછીમારોને લઈ જતી ભારતીય ટ્રોલરને ટક્કર મારી. અહેવાલો મુજબ બાંગ્લાદેશી જહાજની લાઇટ્સ બંધ હતી, જેના કારણે રાત્રિના સમયે ભારતીય ટ્રોલર તેને જોઈ શક્યો નહોતો.
FB Parmita નામનો આ ટ્રોલર પલટી ગયો, જેના કારણે તમામ માછીમારો સમુદ્રમાં પડી ગયા. સવારે લગભગ 6 વાગ્યે ભારતીય તટરક્ષક દળે 11 માછીમારોને બચાવ્યા. પાંચ હજુ પણ લાપતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે એક માછીમારની ભાલા જેવી હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બચી ગયેલા માછીમારોએ આરોપ લગાવ્યો છે કે ટ્રોલર પર સવાર તમામ લોકોને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભારતીય જળસીમામાં બાંગ્લાદેશી નૌકાઓ
આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશની માછીમારી નૌકાઓ દ્વારા ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં ઘુસણખોરીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 16 ડિસેમ્બરે ભારતીય તટરક્ષક દળે બે બાંગ્લાદેશી માછીમારી નૌકાઓને ભારતીય જળસીમામાં ઘુસવાના આરોપમાં પકડી હતી. આ કોઇ એકલી ઘટના નથી, આ પહેલા મહિનામાં પણ ભારત ઓછામાં ઓછી 8 બાંગ્લાદેશી બોટ અને 170થી વધુ માછીમારોને પકડી ચૂક્યા છે. ભારત વિરોધી ભાવનાઓ સાથે આ ઘટનાઓ વારંવાર બનવી ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો.


