શ્રેષ્ઠ ખેલાડીઓ યુનિ.ની ટીમ તરફથી વેસ્ટ ઝોન સ્પર્ધામાં ભાગ લેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ વિભાગ તથા જી.એચ. ગોસરાણી કોલેજ, જામનગરના સંયુક્ત આયોજન હેઠળ આંતર કોલેજ હેન્ડબોલ ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના મોટી સંખ્યામાં ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગોસરાણી કોલેજના ડાયરેક્ટર, એચ.ઓ.ડી. અજયભાઈ, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો હરીશ રાબા બહેનો સ્પર્ધાનો ઓબ્ઝર્વક ડોક્ટર એચ આર ભાલીયા કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ડો. પ્રભાશુ અવસ્થિ તથા સૌરાષ્ટ્ર સહિત મોટી સંખ્યામાં શારીરિક શિક્ષણના અધ્યાપકો, અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈઓની સ્પર્ધામાં 1) શ્રીમતી જે.જે. કુંડળીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે ચેમ્પિયનશિપ મેળવી હતી, જ્યારે 2) શારીરિક શિક્ષણ ભવન રનર-અપ રહ્યું હતું અને 3) હરિવંદના કોલેજે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બહેનોની સ્પર્ધામાં 1) જસાણી કોલેજ ચેમ્પિયન રહી હતી, જ્યારે 3) હિરપરા મહિલા કોલેજ, જેતપુર રનર-અપ રહ્યું હતું અને 3) શારીરિક શિક્ષણ ભવને ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
આ આંતર કોલેજ સ્પર્ધામાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ ખેલાડીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ભાઈઓ તથા બહેનોની ટીમ તરફથી આગામી વેસ્ટ ઝોન સ્પર્ધામાં ભાગ લેવા જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વેસ્ટ ઝોન બહેનોની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ ગયા વર્ષે વેસ્ટ ઝોન ભાઈઓની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન રહી હોવાથી આ વર્ષે જયપુર મુકામે યોજાનાર વેસ્ટ ઝોન સ્પર્ધામાં ભાઈઓની ટીમ સીધી ક્વોલીફાઈડ મેચ રમવા માટે જનાર છે.
સમગ્ર સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થા અને સંચાલન જી.એચ. ગોસરાણી કોલેજ, જામનગર દ્વારા અત્યંત સુચારૂ, શિસ્તબદ્ધ અને પ્રશંસનીય રીતે કરવામાં આવતા ખેલાડીઓ તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા આયોજકોની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.


