By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરત હવે સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી જાહેર કરવા તંત્રને કામે લગાડતા મુખ્યમંત્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરત હવે સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી જાહેર કરવા તંત્રને કામે લગાડતા મુખ્યમંત્રી

Editor
Last updated: 2026/01/01 at 5:05 PM
3 months ago
Share
સુરત હવે સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી જાહેર કરવા તંત્રને કામે લગાડતા મુખ્યમંત્રી
SHARE

દેશનું પ્રથમ મેગા સિટી જયાં ઝુંપડપટ્ટી ઇતિહાસ બની જશે : રાજય સરકારની મોટી જાહેરાત

 ગુજરાતનું ડાયમંડ સિટી સુરત હવે શહેરી વિકાસ ક્ષેત્રે દેશભરમાં એક નવું ઉદાહરણ બેસાડવા જઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારે માહિતી આપી છે કે સુરત શહેર ઝૂંપડપટ્ટી મુક્ત બનવાની ખૂબ નજીક છે. છેલ્લા બે દાયકાની મહેનત બાદ, અહીં સ્લમ વિસ્તારમાં રહેતી વસ્તી 38% થી ઘટીને માત્ર 5% રહી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે સુરતને સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી જાહેર કરવા માટે વહીવટી તંત્રને કામે લગાડ્યું છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના મહાનગરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સસ્તા આવાસો અને પુનર્વસનની એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરી હતી. વર્ષ 2006 ના આંકડા જોઈએ તો સુરતની કુલ વસ્તીના લગભગ 38% લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. પરંતુ છેલ્લા 20 વર્ષના સતત પ્રયાસોને કારણે આજે આ આંકડો ઘટીને માત્ર 5% પર આવી ગયો છે, જે એક મોટી સિદ્ધિ છે.

ભારતમાં હાલ ચંડીગઢ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર તરીકેનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી આશરે 10 લાખની આસપાસ છે. તેની સરખામણીમાં સુરતની સિદ્ધિ ઘણી મોટી અને જટિલ છે કારણ કે સુરતની વસ્તી 70 થી 80 લાખ જેટલી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આટલી વિશાળ જનસંખ્યા ધરાવતું સુરત જ્યારે સંપૂર્ણપણે ઝૂંપડપટ્ટી મુક્ત (Slum Free) બનશે, ત્યારે તે દેશનું પ્રથમ મેગા સિટી હશે જેણે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હોય. આ કામગીરી શહેરી આયોજનના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર બની રહેશે.

સુરતમાં જે રીતે સ્લમ વિસ્તાર નહિવત થઈ રહ્યો છે તે સાનુકૂળ સંજોગોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં કડક સૂચનાઓ આપી છે. તેમણે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યો છે કે સુરતને સત્તાવાર રીતે રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવા માટે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના વિભાગો સંકલન સાધીને પરિણામલક્ષી પગલાં ભરશે.

અન્ય શહેરોમાં પણ સુરત પેટર્ન લાગુ થશે

સુરતની સફળતા માત્ર એક શહેર પૂરતી સીમિત રહેશે નહીં. મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સુરતની તર્જ પર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ તબક્કાવાર રીતે ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાના છે. આ માટે અત્યારથી જ આયોજન કરી અન્ય શહેરોમાં પણ ગરીબોના જીવનધોરણમાં સુધારો લાવવા અને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

You Might Also Like

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

 સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી

પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ

રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટ

 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?