ભજન ખુદ કરો, અન્યોને ભોજન કરાવો : મોરારિબાપુ
ગ્રંથમુખી હોય તે વિધ્વાન હોય, ગુરૂમુખી હોય તે બુધ્ધ પુરૂષ હોય છે
પંગતભેદ કરે એની કદી સંગત ન કરવી
તપસ્વી હોય એ તેજસ્વી હોય છે
ભારતીય તપસ્વી સૃંગિરિષના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સૃંગિરિષ’ના ત્રીજા દિવસે ગઇકો કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે આદી જગદગુરૂ શંકરાચાર્યજીનો એક શ્લોક હું લાવ્યો છું, આ શ્લોક તમે સૌ પણ બોલજો…
શ્રવણાત મનનાત ધ્યાનાત
તાત્પર્યેણ નિરંતરમ!
બૃધ્ધેહિ સુક્ષ્મત્વમ આયાતિ તતો વસ્તુ ઉપલબ્ધયતે આ શ્લોકમાં શંકરાચાર્યજીએ કથા સાંભળવાની, તત્પરતાથી સાંભળવાની અને કથા સાંભળવાથી સર્વ ઉપલબ્ધીઓ મળે છે એની વાત કરી છે. મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછયો છે કે બાપુ, હું પંદર વર્ષથી આપની કથા સાંભળું છું. આપની પાસે કદી આવ્યો નથી. કથા સાંભળવાનું પરિણામ શું? જવાબ: કથા સાંભળવાથી જીવનનો અર્થ એટલે કે પૈસા નહીં! પણ જીવનનો અર્થ સમજાય છે, નાની-મોટી કામનાઓ પૂર્ણ થાય છે અથવા કામના મુકત થશો અને કથા આપણને સૌને સાચા અર્થમાં સર્વ બંધનોથી મુકત કરે છે. માટે નાનકદેવ કહે છે એમ ખૂબ સાંભળો, સાંળો…કબીર પણ કહે છે સુનો ભાઇ સાધો શ્રવણનો ખૂબ મોટો મહિમા છે અને શ્રવણ કર્યા પછી એનું મનન કરવું અને એ પછી ધ્યાન કરવું હું પોતે કથા સાંભળું છું, હું જોઉ છું, સમજું છું કે મારી ખામીઓ કેટલી દૂર થઇ? સત્ય, પ્રેમ, કરૂણાનું જે ત્રિસૂત્ર છે એને ઉલટું કરી વાંચીએ તો પ્રથમ કરૂણા પ્રથમ કરૂણાનો જન્મ થાય છે. કુબધ્ધિ જડ છે, બૃધ્ધિના જુદા-જુદા પડાવ છે. સુમતિને શિખર પર પ્રજ્ઞા છે. પ્રજ્ઞા સુક્ષ્મ છે. પરમાત્માની કથા જે સાંભળે છે એની જડમતિ-જડબૃધ્ધિ ધીરે-ધીરે સુક્ષ્મ થાય છે.
અંધારાનું પણ એક અજવાળું હોય છે. જે લોકો ગામડામાં રહ્યા છે અથવા તો રહે છે અને ખ્યાલ હશે જ કે અંધકારનો પણ અંજવાસ હોય છે. વિશ્વની મહાનતમ-પરમ ઘટનાઓ અંધકારમાં જ જન્મી છે. અહીં જે પરમ ઘટના ઘટી છે તે અંધારામાં જ ઘટી છે. માના ગર્ભમાં પણ અંધકાર છે. અંધકારથી પ્રકાશમાં બાળક અવતરિત થાય છે, ચેતના પ્રગટે છે. ભગવાન કૃષ્ણ કારાગારમાં જન્મ્યા, પોતે પણ કાળા, અમારા કવિ કાગ બાપુ લખે છે!
કાળી કાળી કોટડીને વાન એનો કાળો
તે દી એને અંગડે વીંટાળા કાળા અંધકારો
હે, દેવકીમાં તારો દીકરો…
અજવાળું માણસને આંજી નાંખે છે, નીજતા સૌથી મોટી સુરક્ષા છે. દિવાલમાં, ઇંટોની વચ્ચેથી કુંપળ ફૂટતી હોય છે અને એ કુપળમાં એક નાનકડું ફૂલ ખે છે. એ ફૂલ પોતાની નીજતામાં જ જીવે છે એને પવન, તડકો કે વરસાદ નથી નડતો! ગમ્મે તેટલો વાયુ વિંઝાય, વાવાઝોડું કે વરસાદ પડે તો પણ એ ફૂલને કશું થતું નથી. એક વખત બાજુમાં ગુલાબ ના છોડમાં ઉગેલા ગુલાબને જોઇને એને પણ મન થયું કે ભગવાન, મને ગુલાબ બનાવે તો! એણે ઇશ્વરને પ્રાર્થના કરી કે, મને ગુલાબ બનાવો, ભગવાને કીધું કે ભાઇ તું તત્વતા બંધન જ છે! દરેક સાથે પ્રામાણિક અંતર રાખવુ જોઇએ. ખૂબ નજીક જવાથી સમસ્યાઓ આવે છે માટે કોઇપણ સંબંધમાં પ્રામાણિક અંતર રાખવું જોઇએ.
કથાએ પંચાગ્નિ છે. એ પંચઅગ્નિ એટલે વિવેકનો અગ્નિ (૨) કથાએ યોગ નહીં વિયોગાગ્નિ છે. કથા વિરહ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. કથા વિરદ પેદા કરે છે માટે કથા એ વિરહાગ્નિ છે. (3) હનુમાનજી હનુમંતતત્વ અગ્નિ છે (૪) ગુરૂ સ્વયં અગ્નિ છે. ગુરૂ સાક્ષાત યજ્ઞપુરૂષ છે, યજ્ઞ છે ત્યાં અગ્નિ છે એમ (પ) જ્ઞાનાગ્નિ, જ્ઞાનનો અગ્નિ, ઘણી વખત જ્ઞાન પણ ભારરૂપ છે એવું જ્ઞાન અગ્નિમાં સ્વાહા થવું જોઇએ. હું મોટે ભાગે યજ્ઞકુંડ પાસે બેસું છું. ગતકથા (તિરૂપતિ)માં હું જતો રહ્યો, યજ્ઞકુંડ પાસે ન આવ્યો. તો પછી યજ્ઞકુડ પાસે રહેલા કેટલાક ગ્રંથો, તણખો લાગ્યો હશે અને બળી ગયાં! મને થયું આ જ્ઞાનાગ્નિમાં જ્ઞાનગ્રંથો ખાખ થઇ ગયાં! આવું પણ બને! એક વખત વિદેશની કથામાં અમારા ગ્રંથોપ, પોથીજી વગેરેની એક બેગ કોઇ લઇ ગયું! આખ્ખી બેગ જ ચોરાઇ ગઇ! તો બાપ, કથા પંચગ્નિ છે. કથામાં પાંચ પ્રકારના અગ્નિ છે. ઘણા તપસ્વીઓ પંચાગ્નિનો ધૃણો કરે છે.
કથામૃત
(૧) દરેક નગરમાં આ પાંચ શાળા હોવી જોઇએ
(૧) સંસ્કૃતપાઠશાળા, (૨) ભોજનશાળા, (3) ગૌ શાળા, (૪) વ્યાયામ શાળા, (૫) ધર્મશાળા
(૨) સમગ્ર પ્રકૃતિ પુરૂષ પ્રધાન નથી સ્ત્રીપ્રધાન છે
(3) મોટા ભાગના આપણા શાસ્ત્રો એ માતૃસ્વરૂપ છે
(૪) દરેક સંબંધ તત્વત: બંધન છે
(૫) વિષમ પરિસ્થિત એ જ વિષ (ઝેર) છે, રામનામથી વિશ્રામ મળશે


