દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા
અગ્ર ગુજરાત, દામનગર
સુરત ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય, દામનગર ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.
આ પ્રસંગે કાનજીભાઈ ભાલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ જે દીકરીઓને સુરત ખાતે કોલેજનો અભ્યાસ કરવો હશે, તેમના માટે જમનાબા ભવન ખાતે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – સુરતના સહયોગથી કરવામાં આવશે. તેમની આ જાહેરાતથી દીકરીઓમાં અને ઉપસ્થિત સૌમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. કાનજીભાઈ ભાલાળાએ છાત્રાલયની વ્યવસ્થા, સ્વચ્છતા, શૈક્ષણિક વાતાવરણ અને દીકરીઓમાં કેળવાતા મૂલ્યોની સરાહના કરી હતી તથા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને અભિનંદન પાઠવ્યા હતા.અંતમાં છાત્રાલય પરિવાર દ્વારા કાનજીભાઈ ભાલાળાનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


