પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રમાં ટેલેન્ટેડ યુથ અંડર-૧૯ પ્રકલ્પનો પ્રારંભ
યુવા વિદ્યાર્થીએ જુદા-જુદા સંદર્ભોની મદદથી કવોન્ટમ સાયન્સમાં પ્રોબ્લેમ સોલ્વ કર્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોસ્ટ માન્ય ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્સ, રાજકોટ ખાતેનાં ડૉ. પી. સી. વૈદ્ય સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીકસ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને સેન્ટર ફોર સ્ટડીઝ એન્ડ રીસર્ચ ઈન એનસ્યન્ટ ઈન્ડીયા દ્વારા વિવિધ ક્ષેત્રોનાં તજજ્ઞોની ઉપસ્થિતીમાં એક નવતર પ્રકલ્પ “ટેલેન્ટેડ યુથ અન્ડર ૧૯” (TYUN) જે ૨૯મી ડિસેમ્બર, ૨૦૨૫ને સોમવારે શરુ કરવામાં આવ્યું છે.
૧૯ વર્ષ કે તેથી ઓછી ઉંમરના જે યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં અસામાન્ય પ્રતિભા ધરાવતા હોય તો તેમની શોધને સહાયતા માટે તજજ્ઞોનું માર્ગદર્શન અને GUJCOST દ્વારા સ્થાપિત IP & Innovation Lab દ્વારા પેટન્ટ કરવા માટેનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તદઉપરાંત, થીયરેટિકલ વિષયોમાં સંશોધન માટે આગળની પ્રક્રિયાઓ અને રીસર્ચ ડોકયુમેન્ટ તેમજ રીસર્ચ પેપર તૈયાર કરવા માટે વિશ્વવિખ્યાત ખગોળવૈજ્ઞાનિક ડો જે. જે. રાવળ જેવા તજજ્ઞોનું માર્ગદર્શન મળવાનું છે.
વર્ષ ૨૦૨૫ને યુનાઈટેડ નેશન્સ દ્વાર ઈન્ટરનેશનલ ઈયર ઓફ ક્વૉન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરીકે જાહેર કરવામાં આવેલ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશો કવોન્ટમ કોમ્પ્યુટિંગ ટેકનોલોજી વિકસાવવા માટે કામ કરી રહ્યા છે ત્યારે યુવાઓ આ લેટેસ્ટ ઉભરી રહેલ ટેકનોલોજીને સમજે અને સંશોધન માટે આગળ આવે તે અનિવાર્ય છે. જેનાં ઉપલક્ષમાં આ નવતર પ્રકલ્પનાં પ્રારંભિક વ્યાખ્યાનમાળા હેઠળ રાજકેટના ધોરણ ૧૧માં વિજ્ઞાનમાં અભ્યાસ કરતાં યુવા વિદ્યાર્થી શ્રી ઉત્સવ જીજ્ઞેશભાઇ કારીયાનું એક સંશોધાત્મક પ્રેઝનટેશન “અંડરસ્ટેડિંગ ઓફ કવોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી” રાખવામાં આવેલ. યુવા વિદ્યાર્થી શ્રી ઉત્સવ કારીયાએ જુદા જુદા સંદર્ભોની મદદથી કવોન્ટમ સાયન્સના પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, મેથ્સ અને ફીઝીક્સની ઓલેમ્પીયાડમાં પણ ભાગ લીધો છે. તાજેતરની GUJCOSTની ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાયેલ સાયન્સ કૉમ્યુનિકેશન કોનફરેન્સ ઓન પબ્લિક અંડરસ્ટેડિંગ ઓફ કવોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભાગ લઈ રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. નિષ્ણાંતોની હાજરીમાં યુવા વિદ્યાર્થી ઉત્સવ દ્વારા કવોન્ટમ સાયન્સ – ટેકનોલોજીમાં ઉપયોગી જોવા મળતી કવોન્ટમ કોમ્પ્યુટિંગ, કવોન્ટમ ટેલિપોર્ટેશન, કવોન્ટમ બાયોલોજી, કવોન્ટમ ઇનફર્મેશન, કવોન્ટમ કોહેરન્સ એન્ડ ડીકોહેરન્સ વગેરે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.


