રાજકોટમાં કરોડોના ખર્ચે નિર્માણ થતું આધુનિક સ્પેશ્યલ હોલમ : મેડિકલ રૂમ, લાઇબ્રેરી, ઔદ્યોગિક તાલીમ, કોમ્પ્યુટર લેબની પણ વ્યવસ્થા : સપ્ટેમ્બર-નવેમ્બરમાં મળતી થશે સુવિધા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વર્ષ 2026 માં સ્પેશિયલ હોમ ફોર બોયઝ અને ગર્લ્સની સાથે ડેપ્યુટી કલેકટર ક્વાટરની ભેટ મળવા જઈ રહી છે. શહેરના જામનગર રોડ ઉપર 68 વર્ષ જૂનું સ્પેશિયલ હોમ ફોર બોયઝ તોડી રૂ.7.36 કરોડના ખર્ચે 100 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. જ્યારે ભક્તિનગર સર્કલ પાસે રૂ.6.75 કરોડના ખર્ચે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સનું બિલ્ડીંગ પણ બની રહ્યું છે. આ સાથે જ શહેરના રાજમાર્ગ ગણાતા યુનિવર્સિટી રોડ ઉપર ડેપ્યુટી કલેક્ટર માટે રૂ.6.34 કરોડના ખર્ચે ક્વાટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ રોહિત પીપરીયાએ જણાવ્યુ હતુ કે, હાલના સ્પેશિયલ હોમ ફોર બોયઝનું નિર્માણ વર્ષ 1957 માં થયું હતુ. જોકે હાલ બિલ્ડીંગ જૂનું થઈ ગયું હોવાથી નવનિયુક્ત બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. હાલ ચિલ્ડ્રન હોમમાં નિરાધાર અને અનાથ બાળકો કે જેઓને કાળજી અને રક્ષણની જરૂરિયાત છે તેવા શહેરના 33 બાળકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. અહીં બાળકોને ભોજન અને રહેઠાણની સુવિધા આપવામાં આવે છે. અહીં 6 થી 18 વર્ષના બાળકો છે કે જો ધોરણ 1 થી 8 માં નજીકની શાળા નંબર 44 માં અભ્યાસ કરી રહ્યા છે. જોકે નવું બિલ્ડીંગ બનતા બાળકોની સુવિધામાં વધારો થશે. અહીં બાળકો માટે પ્રોબેશન ઓફિસર, શિક્ષક અને કાઉન્સિલર ફરજ બજાવી રહ્યા છે.
શહેરના જામનગર ઉપર જુના ચિલ્ડ્રન હોમની બાજુમાં જ રૂ.7.36 કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે. જે 3134 સ્ક્વેર મીટરમાં પથરાયેલું છે. તેનું કામ સપ્ટેમ્બર 2026 માં પૂર્ણ થઈ જશે. નવા બિલ્ડીંગમાં 100 વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ, જમવાની સુવિધા સાથે લાઇબ્રેરી, 2 ઔદ્યોગિક તાલીમ રૂમ, મલ્ટી પર્પઝ હોલ, મેડિકલ ટ્રીટમેન્ટ રૂમ, કમ્પ્યુટર લેબ,ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને કાઉન્સેલિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ ભક્તિનગર સર્કલ પાસે રૂ.6.75 કરોડના ખર્ચે સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ પણ તૈયાર થઈ રહ્યું છે. જેનું કામ નવેમ્બર 2026માં પૂર્ણ થતા નવું બિલ્ડીંગ કાર્યરત


