સહકાર ભારતી સ્થાપના દિન: ૧૧મીએ ગુજરાતભરમાં એક જ દિવસે ૧૦૦ પ્રમુખ સ્થળો પર કાર્યક્રમો
૭પ વર્ષ્ જુની સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમગ્ર દેશમાં શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે સંઘના જ પરિવાર ક્ષેત્રની સહકારી ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ વિશાળતમ શિસ્તબદ્ધ સંગઠન *સહકાર ભારતી* ૧૧ જાન્યુઆરી સ્થાપના દિવસે ગુજરાતભરમા વિવિધ જિલ્લાઓમાં સોથી વધું સ્થળો પર રાજ્યમાં ૭૫ થી વધું વર્ષ જૂની સહકારી સંસ્થાઓનું બહુમાન કરશે તેમજ એક જ દિવસે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ થી સૌથી વધુ કાર્યક્રમ કરવામાં આવનાર છે.
સહકાર ભારતી રાજકોટમાં મહાનગર દ્વારા પૂર્વસંધ્યાએ ૧૦-જાન્યુઆરી શનિવારે સહકારી મંડળીઓના કર્મચારીઓ, તથા ડિરેક્ટર મિત્રો માટે એક પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે; જેમા મંડળીઓના વ્યવસ્થાપન માં મહત્વ એ વિષય પર ઉપર પ્રવચન
શ્રી યતીનભાઈ ઉપાધ્યાય (આઇ,ટી હેડ રાજકોટ સહકારી બેંક) નું વ્યાખ્યાન આ સાથે જ,
ક્રેડિટ સોસાયટી એકાઉન્ટિંગ સોફ્ટવેર નું ડેમોસ્ટ્રેશન નું આયોજન ગુજરાતની “મુનિમજી”ક્રેડિટ સોસાયટી સોફ્ટવેર, શ્રી પંકજભાઈ ડોડીયા અને શ્રી દિપકભાઈ પટેલ કરવામાં આવશે.
*સહકાર ભારતી સ્થાપના દિવસના* *દિવસે એટલે* *૧૧જાન્યુઆરી રવિવાર* *એ સમગ્ર ગુજરાતમાં ૧૦૦ કાર્યક્રમ* *થનાર છે ત્યારે રાજકોટ મહાનગરમાં* *જુદાજુદા અર્બન કો-ઓપરેટીવ બેંક* *ક્રેડિટ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, કર્મચારી સોસાયટી, મહિલા પ્રકોષ્ઠ દ્વારા એક જ દિવસમાં ૬-કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે*
સહકાર ભારતી સ્થાપના દિન 11 જાન્યુઆરી 1979 મુંબઈ ખાતે શ્રદ્ધેય શ્રી લક્ષ્મણરાવ ઇનામદારએ સ્થાપના કરી હતી* આજે સમગ્ર દેશમાં ૨૭ રાજ્યોમાં ૬૦૦ થી વધારે જિલ્લાઓમાં કાર્યરત છે , ગુજરાતમાં ૩૦ જિલ્લા, ૧૯૬ તાલુકા, ૮- મહાનગરપાલિકા ૧૪૦ નગરપાલિકા સહકાર ભારતી કાર્યરત છે, આજે વિશ્વનું શ્રેષ્ઠ સહકારીતા સંગઠન પ્રસ્થાપિત થઈ ગયું છે


