જેતપુરમાં જાહેરમાં જુગાર રમતા પ પતાપ્રેમી ઝડપાયા
રૂ.૧૧,પ૬૦ની રોકડ જપ્ત કરતી પોલીસ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર સીટી પોલીસ ટીમે બાતમીના આધારે ભોજાધાર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા પાંચ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂા. ૧૧,૬૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર પોલીસ ટીમને ખાનગી બાતમી મળી હતી કે ભોજાધારમાં જયરાજ પ્રિન્ટ નામના કારખાના પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે.પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા,સાગરભાઇ ચુનીલાલ ગોહેલ, અરમાન આસીફભાઇ અંસારી,રમેશભાઇ મોહનભાઇ ઘરજીયા,સંજય ઉર્ફે સન્કી હરસુખભાઇ પરેચા, સહેજાદ નબીર રસુલ અંસારી પકડાયા હતા.
આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


