ધોરાજીમાં ઉર્ષ મિતે યોજાયો મેડિકલ કેમ્પ : 3૦૦ દર્દીઓનું વિનામુલ્યે નિદાન કરાયું
ઉર્ષમાં કોમી એકતાના દર્શન થયા : વિશાળ સંદલ શરીફ નીકળ્યું
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ખાતે સૈયદ અલ્હાજ હાજી મુસ્તુફા બાવા શિરાજીના ઉર્ષ મુબારકની ઉજવણી ખુબજ એકતા અને વિવિધતા સાથે કરાઈ હતી ઉર્ષ માં કોમી એકતા ન દર્શન પણ થયા હતા ઉર્ષ નિયમિત એ ધોરાજી સિવિલ હોસ્પિટલના સહયોગથી કયુમ બાવા શિરાજી મોઇન બાવા શિરાજી અને ડાડા બાવા શિરાજી દ્વારા એક ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ મેડિકલ કેમ્પ માં ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયેન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા સહિત ના ઉપસ્થિત રહેલ હતા અને આ મેડિકલ કેમ્પ માં ધોરાજી સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો એ 300 જેટલા દર્દીઓનું નિદાન અને દવા વિના મૂલ્યે આપવામાં આવી હતી. ખાન કાહે શિરાજી ખાતે થી સૈયદ હાજી કયુમ બાવા શિરાજીની આગેવાનીમાં વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું જે બદુલા શાહ કબ્રસ્તાન ખાતે આવેલ મુસ્તુફા બાવાના મજાર શરીફ પર પોહચ્યું હતું અને ત્યાં ગુસલ શરીફ વતનની રક્ષા અને વિશ્વ શાંતિ માટે દુઆ થઈ હતી અને સાંજે નિયાજ અને રાત્રે હિન્દુસ્તાનના મશહુર કવ્વાલ જુનિયર નુસરત ફતેહ અલીની કવ્વાલીનું પ્રોગ્રામ યોજાયો હતો અને ઉર્ષનું સમાપન થયું હતું.


