સૂર મહિમા ગ્રુપ દ્વારા ગુરૂવારે “ફિર સે સૂર મહિમા“ મ્યુઝીકલ નાઇટ
ગાયક કલાકારો સંગીતપ્રેમીઓ સમક્ષ પોતાની કલા રજૂ કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના કલાપ્રેમી જનતા માટે તા.૧પના રોજ એક મ્યુઝીકલ કરાબોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. “સુર મહિમા“ ગૃપ દ્વારાન આયોજીત “ફિર સે સૂર મહિમા“ કરાબોર્ડ પ્રોગ્રામમાં સુમધુર ગીતોના સથવારે એક યાદગાર સાંજ માણવા મળશે. તેમજ આ પ્રોગ્રામમાં જુના-નવા હિટ ગીતો નામાંકીત એવા “સુર મહિમા“ ગૃપના વિશાલભાઇ સોની તથા અન્ય ગાયકો, સંગીતપ્રેમી સમક્ષ પોતાની પ્રતીભા રજુ કરશે. આ કાર્યક્રમમાં તમામ સંગીતપ્રેમી માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવેલ છે.
તા.૧પ ગુરૂવારના રોવજ રાત્રે ૮ કલાકે, હેમુગઢવી હોલ ખાતે યોજાશે. આ પ્રસંગે વિષ્ણુપ્રસાદજી (ભજન સંગ્રહ), મુળચંદ બાપુ (સિંધી સમાજ અગ્રણી), જીજ્ઞેશભાઇ વાગડીયા (સોની સમાજ અગ્રણી), હસ્મીતાબેન પાટડીયા (સોની સમાજ અગ્રણી), સુનીલભાઇ શાહ, ધનશ્યામભાઇ રાવલ, પીટી.જાડેજા, ભાવેશભાઇ જોશી, અનવરભાઇ હાજી, હિનાબેન કોટડીયા, જયપાલસિંહ જાડેજા, સંજયભાઇ પંડયા, પ્રદીપભાઇ સોની (નડીયાદ) ઉપસ્થિત રહેશે.
સિંગરમાં વિશાલભાઇ સોની, હેતલબેન ઠાકર, જયેશભાઇ જોશી, રાજેશભાઇ ભાડેશીયા, જલ્પાબેન ભાડેશીયા, હિતેશભાઇ મહેતા, પલ્લવીબેન ગોહેલ, વિનોદભાઇ પીઠડીયા, જયેશભાઇ પોપટ, ક્રિષ્નાબેન રાચ્છ, ભારતીબેન રાવલનો સમાવેશ થાય છે. એન્કર તરીકે બીનાબેન શેઠ રહેશે. કાર્યક્રમને સરળ બનાવવા વિશાલભાઇ સોની, પ્રકાશભાઇ સોલંકી, હસ્મીતાબેન પાટડીયા જહેમત ઉઠાવી રહયાં છે.


