મહાનુભાવોની ઉપસ્થિતિમાં MOUનને આખરી ઓપ અપાયો
વાઇબ્રન્ટ સમિટમાં ક્રિસ્ટલ ગ્રુપના રૂ.3૦૦ કરોડના MOU થયા
ગ્રુપ દ્વારા રામપર બેટીમાં આકાર પામતું ઇન્ડસ્ટ્રીયલ લોજીસ્ટીક પાર્ક
અગ્ર ગુજરાત, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની રિજિયોનલ સમીટમાં લાખો કરોડ રૂપિયાના વેપાર ઉદ્યોગના એમઓયુ રાજકોટના આંગણે થઇ રહયા છે. જેમાં રાજકોટના ખ્યાતનામ ડેવલપર ગ્રુપ ક્રિસ્ટલ લોજીસ્ટીકે રૂપિયા 3૦૦ કરોડના એમઓયુ કર્યા છે. રાજકોટના હિરાસર ખાતેના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નજીક જ રામપર બેટીમાં ક્રિસ્ટલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રિય કક્ષાનું ઇન્ડસ્ટ્રિયલ લોજીસ્ટીક પાર્ક આકાર પામી રહયુ છે. રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થીતિમાં આ એમઓયુને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ક્રિસ્ટલ ગ્રુપના એમડી બાકિર ગાંધીના જણાવ્યા મુજબ અમો બાવળા નજીક,બેચરાજી નજીક,બેંગ્લોર અને ચેન્નાઇ નજીક આંતરરાષ્ટ્રિય કક્ષાના ઇન્ડસ્ટ્રિયલ લોજીસ્ટીક પાર્ક બનાવવાનો અનુભવ ધરાવીએ છીએ. રાજકોટના વતની અને ગુજરાતી તરીકે ગુજરાતના વિકાસના યજ્ઞમાં ક્રિસ્ટલ ગ્રુપની નમ્ર ઉપસ્થીતિ રહે એ માટે અમારો પ્રયાસ રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌરાષ્ટ્ર કચ્છને મીનિ જાપાન બનાવવાના સપનાઓને અમારી જેમ અનેક વેપાર ઉદ્યોગ સાહસિકો સામુહિક આંદોલન બનાવી ચુકયા છે. જેના ભાગરૂપે હિરાસર એરપોર્ટ નજીક ક્રિસ્ટલ ગ્રુપ પણ ફયુર રેડી આંતરરાષ્ટ્રિય માપદંડોને અનુરૂપ ઇન્ડસ્ટ્રિયલ લોજીસ્ટીક પાર્ક આકાર પામી રહયુ છે. જેનું ઇન્ફ્રાસ્ટ્રકચરનું ઘણુ ખરુ કામ પૂર્ણ થઇ ચુકયુ છે.
આ પાર્કની વિશેષતા એ હશે કે, કેપેક્ષ મોડેલથી ક્રિસ્ટલ લોજીસ્ટીક પાર્ક અંદાજે પાંચ થી છ લાખ સ્કવેર ફિટની જગ્યામાં ગ્રેડ એ ફેસિલિટી સાથે તૈયાર થઇ રહયુ છે. હવે આ ઇન્ડસ્ટ્રિયલ લોજીસ્ટિક પાર્કમાં સ્થાનિક ઉદ્યોગ એકમો અને લોજિસ્ટીક એમએનસી માટે જરૂરિયાત મુજબ લીઝ ઉપર આપવા માટે ડેવલપીંગ્ કરવામાં આવશે. ટેઇલર મેડ સુવિધાઓનો અવકાશ રહેશે. તેમજ જે વેપાર ઉદ્યોગ સાહસિકો પોતાની માલિકિના લોજીસ્ટીક પાર્ક કે ગોડાઉન કોલ્ડ સ્ટોરેજ વગેરેમાં રોકાણ કરવા ન માંગતા હોય તેમને લીઝ ઉપર વર્લ્ડ કલાસ સુવિધાઓ મળી રહેશે.
હાલ ક્રિસ્ટલ લોજીસ્ટિક પાર્કનું પાયાનું તમામ કામ જેવી કે એસટીપી,રસ્તાઓ, માળખાગત સુવિધાઓ વગેરે ઉભા થઇ ગયા છે. હવે તેમાં ઉદ્યોગકારોની જરૂરિયાત મુજબ ટેઇલર મેડ સુવિધાઓ,કોલ્ડસ્ટોરેજ, સ્ટોરેજ વગેરે તૈયાર રહયા છે.
સમિટને સફળતાનું વધુ એક ચેપ્ટર ગણાવતા બાકીરભાઇ ગાંધી
તેમણે જણાવ્યુ હતું જે રીતે અલંગ,રાજુલા, જામનગર (રિલાયન્સ), કચ્છ, મુંદ્રા, કંડલાનો વિકાસ થઇ રહયો છે એ પ્રમાણે રાજકોટ આસપાસ વ્યુહાત્મક રીતે ઇન્ડ્રસ્ટ્રિયલ પાર્ક,ગોડાઉન,કોલ્ડચેઇનની ખુબ મોટી માંગ ઉભી થનાર છે. જેને પહોંચી વળવા ક્રિસ્ટલ લોજીસ્ટીક પાર્ક પ્રથમ કદમ છે. વાઇબ્રન્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર રિજનની સમીટને બાકીરભાઇ ગાંધીએ સફળતાનુ એક વધુ એક ચેપ્ટર ગણાવ્યુ હતું. સૌરાષ્ટ્ર કચ્છના વિકાસની વિપુલ તકને તેમણે આવકારી હતી.


