વીવીપી કોલેજમાં ૧૦ ઇન્ટર એકટીવ પેનલ સ્માર્ટ બોર્ડનો ઉદ્ઘાટન સમારોહ
રોલેક્ષ રીંગ્સ લીમીટેડ તરફની સામાજીક ઉતરદાયીત્વ નિભાવવા ભાગરૂપે ભેટ અપાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
સેોરાષ્ટ્ર કચ્છની સેો પ્રથમ સેલ્ફ ફાયનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ, ૧૯૯૬થી કાર્યરત રાજકોટની વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજને દેશની અગ્રગણ્ય બેરીંગ ઉત્પાદક કંપની એવી રોલેક્ષ રીંગ્સ લીમીટેડ તરફથી સામાજીક ઉતરદાયીત્વ નિભાવવાના ભાગરૂપે તથા એન્જીનીયરીંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અતિ આધુનિક શિક્ષાણ મળી રહે તેવા આશયથી ૧૦ ઈન્ટરએકટીવ પેનલ સ્માર્ટ બોર્ડ ૮૬ ઈંચ સાઈઝના ભેટ પ્રાપ્ત થયેલ છે. વી.વી.પી. સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીયુકત સ્માર્ટ શિક્ષાણ આપતી સંસ્થા તરીકે કાર્યરત છે.
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં ઈન્ટરએકટીવ પેનલ સ્માર્ટ બોર્ડનું ઉદઘાટન રોલેક્ષ રીંગ્સ લીમીટેડ કંપનીના ડાયરેકટરશ્રી માનેષભાઈ માડેકા, વી.વી.પી. સંસ્થાના ટ્રસ્ટીઓ ડો. નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠ ના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારા, ડો. નીરવ મણીયાર, ડો. અલ્પેશ આડેસરા, ડો. પરેશ ધોળકીયા, ડો. વ્યોમેશ પરસાણા, ડો. તેજસ પાટલીયા, ડો. જીતેન્દ્ર મહેતા, ડો. દર્શના પટેલ, પ્રો. પૂજા ચાવડા, ડો. ઉર્જા માંકડ, વહીવટી અધિકારી
નિલદીપભાઈ ભટ્ટી તથા કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઈન્ટરએકટીવ સ્માર્ટ બોર્ડ કલાસને ઈન્ટરેકટીવ બનાવે છે. ટચ બોર્ડ ને લીધે વિદ્યાર્થીઓ ભેગા મળીને કાર્ય કરી શકે છે, પ્રશ્નો ઉકેલી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ મેોખીક વલણ ધરાવતા હોઈ શિક્ષકની વાત સાંભળીને બોર્ડને સ્પર્શ કરીને જાતે જ સમસ્યાઓ ઉકેલી શકે છે. સ્માર્ટ બોર્ડ સાથે વર્ગખંડમાંવિચાર-મંથન આનંદદાયક બની રહે છે. શિક્ષકો લખાણ કરી શકે છે ચિત્રો, આકૃતિઓ, વિડીઓ એકી સાથે મૂકી શકાય છે. વિદ્યાર્થીઓને શબ્દો વડે સમજાવવાને બદલે ઉદાહરણ બતાવી ભણાવી શકાય છે. અલગ અલગ વેબસાઈટ જેમકે ગુગલ, યુ ટયુબ વગેરે માંથી અભ્યાસ ને સંલગ્ન એનીમેશન, ઈમેજીસ, વિડીયો, પીડીએફ કે સ્લાઈડસ વગેરે વિદ્યાર્થીઓને બતાવીને ભણાવવાથી સરળતાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ પારંગત બની રહ્યા છે તથા વિદ્યાર્થીઓ સ્માર્ટવર્ક કરવા તરફ હરણફાળ ભરી રહ્યા છે. સ્માર્ટ બોર્ડના વપરાશથી સમયની બચત થાય છે, અધુરીઆકૃતિ કે દાખલાનું અનુસંધાન લઈ શકાય છે.


