સરગમ કલબ દ્વારા હેમુ ગઢવી હોલમાં બોલીવુડ મ્યુઝીકલ નાઇટ
કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા
અગ્ર ગુજરાત, રાજકોટ
સરગમ ક્લબ ના ઉપક્રમે તારીખ 15.01.2026 ગુરુવાર ના રોજ હેમુગઢવી નાટ્યગૃહ માં સરગમ ક્લબ દ્વારા આમંત્રિતો માટે બોલીવુડ મ્યૂઝિકલ નાઈટનું આયોજન થયું હતું, મન્સૂર ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ના સથવારે કલાકારો કૌસ્તુંભ એ. કુંજ (મદ્રાસ)ક્લાસિકલ વોઇસ ઓફ ઈન્ડિયા અને ઈશિતા વિશ્વકર્મા (મુંબઈ) સારેગામાપા વિનર અને ઈન્ડિયા ગોટ ટેલેન્ટ વિનર પોતાની કલા રજૂ કરીને પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ કાર્યક્રમ માં દીપ પ્રાગટ્ય વજુભાઈ વાળાએ કર્યુ હતું. કરેલ તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશભાઈ ટીલારા તેમજ લંડન નિવાશી માં કૃપા ફાઉંડેશનના ટ્રસ્ટી જયંતિભાઈ ખગ્રામ અને સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા ના ડી. જી. એમ. રાજેશજી અને આનંદબેન આશુતોષ અને સરગમ લેડિઝ ક્લબ નિલુબેન મહેતા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માં અમોને સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા નો સહયોગ મળ્યો હતો.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયપાલસિંહ ઝાલા, સુરેશભાઇ દેત્રોજા, ધીરુભાઈ હીરાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, વૈશાલીબેન શાહ વગેરે એ જહેમત ઉઠાવી હતી.


