ગણવેશ પર્યાપ્ત નથી, ગુણવેશ પણ જરૂરી છે: મોરારિબાપુ
હું ત્યાં સુધી જીવીશ જયાં સુધી હું ગાતો રહીશ, તમે સૌ આશિર્વાદ આપજો
નિષ્કામ એ જ હોય છે જે પૂર્ણકામ છે
ગાંધીબાપુ છેવાડાના માણસ સુધી ગયા છે એ પરમ ધર્મ છે
ભારત દેશના પાટનાગર દિલ્હીના ભારતમંડપમના વિશાળ સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સનાતન ધર્મ‘ ગઇકાલે-ગુરૂવાર-છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી. વિશ્વ અહિંસા ભારતી-વિશ્વ શાંતિ કેન્દ્રના જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતની‘ના વૈશ્વિક વિચારને જન-જન સુધી પહોંચાડવાના શુભ હેતુમાં સમાજ અને રાષ્ટ્રના અનેક મહાનુભાવો આ કથામાં હાજરી આપી રહયાં છે. વિશેષ વાત તો એ છે કે આ કથા સમિતીના અધ્યક્ષ તરીકે ભારતરાષ્ટ્રના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સેવા અને માર્ગદર્શન આપી રહયાં છે. કથા પ્રારંભના ઉપક્રમમાં ગઇકાલે પ્રિયબાપુની યવતમલ (મહારાષ્ટ્ર)માં યોજાયેલી રામકથા (મનોરથી વિજય દરડા પરિવાર)ના ગ્રંથનું વ્યાસપીઠ પરથી પ્રેમાર્પણ થયું હતું. ‘લોકમત‘ અખબારના સુત્રધાર વિજય દરડા દ્વારા ‘રામ રસાયણ-રામાયણ‘ ગ્રંથનું સંપાદન થયું છે. એ ગ્રંથ બાપુના ચરણોમાં અને વ્યાસપીઠના શરણે અર્પણ થયું હતું. આ ક્ષણે કથાના નિમીત માત્ર મનોરથી અને ગ્રંથના સંપાદક વિજય દરડાજીએ પ્રાસંગીક પ્રસન્નતા પ્રગટ કરી હતી અને પ્રિય બાપુને નમ્ર નિવેદન કર્યુ હતું કે-બાપુ આપની એકહજારમી ૧૦૦૦મી કથાની સેવા અમારા દરડા પરિવારને આપશો એવી આપને અરજ કરૂ છું. ત્યારબાદ બાપુની પ્રત્યેક રામકથાઓનું સંકલાન-સંપાદન ‘રામકથા‘ પુસ્તિકા રૂપે પ્રકાશન થઇ રહયું છે. એ પ્રકાશન શ્રેણી અંતર્ગત બાપુ દ્વારા રામવનગમનના સ્થાનો પર યોજાયેલી રામયાત્રા (ટ્રેઇન દ્વારા) રામજી વનવાસ દરમયાન જે જે સ્થાનો પર ગયા તે સ્થાનો પર એક-એક દિવસ રામકથાનું ગાન થયું હતું. એ ‘રામકથા‘ (સં.જતિન વડગામા) પુસ્તીકાનું પ્રેમાર્પણ થયું હતું. ત્યારબાદ બાપુના કૈલાસ ગુરૂકુળ-મહુવાના સુત્રધાર અને મૂકસેવક જયદેવ માંકડ સંપાદીત ‘દ્રષ્ટાંત કી દીપમાલા‘ (પ્રભાત પ્રકાશન-દિલ્હી) ગ્રંથનું પ્રેમાર્પણ પણ બાપુની વ્યાસપીઠ પરથી કરવામાં આવ્યું હતું.
રામકથાના સંયોજક લોકેશમુની ‘સનાતની‘એ બાપુને અરજ કરી હતી કે બાપુ આપની ૧૦૦૮ (એકહજાર આઠમી) રામકથાની સેવા અમને આપશો એવી નમ્ર અરજ છે. કથામા ઉપસ્થિત સ્વામી અભયદાસજીએ લોકેશમુનિના વિશ્વ શાતિ કેન્દ્ર (ગુડગાંવ)ને રૂપીયા એક કરોડની ધનરાશી અર્પણ કરવાની જાહેરાત કરી હતી. બાપુએ પણ ચિત્રકુટધામ-તલગાજરડાની શ્રી હનુમાનજીના પુલસીપત્રરૂપ એકલાખ રૂપીયા (રોકડ) વ્યાસપીઠ પરથફ લોકેશમુનિ ‘સનાતની‘ની ઝોલીમાં અર્પણ કર્યા હતાં. ઉપરાંત રામકથા અને બાપુના સુખી સંપન્ન બે ફલાવર્સ દ્વારા પ૦-પ૦ લાખ વિશ્વ શાંતિ કેનદ્રને અર્પણ કર્યા હતાં.
કથાના પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિયબાપુએ કહયું હતુ કે-તુલસીજીના માનસમાં સનાતન પ્રવાહને પરમ ધર્મ ગણ્યો છે. આ પરમધર્મ પ્રવાહિત છે. સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે. સનાતન ધર્મનો પર્વત કૈલાસ છ, સનાતન પરમધર્મનું વૃક્ષ કલ્પવૃક્ષ છે, એની શીતલતા ચન્દ્ર છે, અને એની ઉર્જા ભગવાના ભાસ્કર (સુર્ય) છ, અને સનાતન ધર્મનો ગ્રંથ્ વેદ છે.
સનાતન એ પરમ ધર્મ, પ્રવાહિત પરમ ધર્મ રૂપી ગાયના ચાર આંચળ કયાં છે? નીજધર્મ, સ્વધર્મ,કુલધર્મ અને જાતધર્મ આ ધર્મરૂપી ગાયનું દુધ એ પરમધર્મ છે.
સનાતન પરમ ધર્મ પંચસુત્રીય છે. બાપુએ એ પાંચ સુત્રો પૈકી બે સુત્રો વિશે વિસ્તારપુર્વક સમજ આપી હતી. પરમધર્મનું પ્રથમસુત્ર સત્ય-પરમસત્ય છે. જયારે બીજુ સુત્ર આપણા ઇષ્ટદેવની આજ્ઞાનો સ્વીકાર તે પરત ધર્મ છે. ઇષ્ટનો આદેશ એનો સ્વીકાર બાપુએ સાધુ સંદર્ભે એક શ્લોકની સમજણ આપણા કહયું હતું કે-‘સર્વ શાસ્ત્ર પરોદક્ષ: સર્વ શાસ્ત્ર સુવાય‘ આ શ્લોકમાં પરમ સાધુના લક્ષણો દર્શાવ્યા છે. સુંદર કુલીનામ્, શુભદર્શન, જીતેન્દ્રીય સત્યવાદી, બ્રાહમણત્વ, શાંત, મન, સગુણ અને સમ્યકજ્ઞાન વગેરે જેવા તત્વો જે બુધ્ધપુરૂષમાં આપણને જોવા મળે તો એ સાધુ છે. સમગ્ર જગતની કોઇપણ સાધના પધ્ધતિ જે વિશ્વ માટે મંગલકારક હોય એ તમામ સાધન પધ્ધતિ, સર્વ શાસ્ત્રોનો સાધુ સ્વીકારક હોય છે. સાધુ માટે માત્ર ગણવેશ પર્યાપ્ત નથી ગુણવેશ પણ જરૂરી છે. આપણી પરંપરામાં ચારમતનો સ્વીકાર થયો છે. આધુમત, લોકમત, રાજનીતિજ્ઞમત અને વેદમત. આ ચારમતમાં પ્રથમ મત સાધુમત છે.
રામકથાના સમાપન સમયે દિલ્હીના મુખ્યમંત્રીશ્રી સુશ્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહયાં હતાં અને પોતાના પ્રાસંગિક પ્રવચનની પ્રસન્નતા પ્રગટ કરતા એમણે ખુબ ભાવપુર્ણ રીતે કહયું કે-હું આજે કથામા આવી ત્યારે મને થયું કે હું બાપુ જેવા સંતને શું આપી શકું? મનમાં વિચારતી હતી કે યમુનાજીના શુધ્ધીકરણ અંગે બાપુને કહીશ અને કેવો યોગ? બાપુએ મારી સામે જોયુ અને એમણે પણ યમુના વિશે જ કહયું!! યમુનાની પવિત્રતા માટે હું બધુ કરી છુટીશ, એ માર્ગમાં ઘણા રાવણ છે પણ યમુનાની પવિત્રતા માટે કાર્ય થશે જ એવો વિશ્વાસ બાપુને આપું છું. મુખ્યમંત્રીશ્રી રેખાજીએ રામકથાની આરતીનો પણ લ્હાવો લીધો હતો.
કથામૃત
(૧) ધર્મ છોડવો પડે છે, કયારેક-કયારેક એવી સ્થિતી થાય ત્યારે ધર્મ છોડવો પણ પરમધર્મ કદી ન છુટે.
(ર) સાધુ એ છે કે જે સત્યવાદી અને સગુણ હોય છે.
(3) ‘દરડા‘ અને ‘તલગાજરડા‘માં અંતર શું છે?
(‘દરડા‘ પરિવાર યવતપાલ)


