ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા શહિદ દિવસના પૂર્વ પૂર્વ દિવસે ભારત દેશની આઝાદીના ક્રાંતિવીરો ભગતસિંહ, શિવરામ રાજયગુરૂ અને સુખદેવ થાપરના અસાધારણ સાહસ અને બલિદાનને સન્માનવા અને ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તા.૨૨-3ને રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નં.જી-૫૬૧ લોધીકા જીઆઇડીસી, મેટોડા, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં નાથાભાઇ અરજણભાઇ સંખારવા, ડૉ.એન.એન.સંખારવા, પ્રવિણભાઇ નાથાભાઇ સંખારવા, રમેશભાઇ નાથાભાઇ સંખારવા, હસમુખભાઇ નાથાભાઇ સંખારવા, ઇન્વેન્ટ કાસ્ટ પ્રા.લી.ગ્રુપ ઓફ કંપનીઝ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, રાજકોટ સિવિલ બ્લડ બેંકના એમ.ડી.પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


