By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor
Last updated: 2026/03/25 at 2:34 PM
2 hours ago
Share
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
SHARE

વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

SOGની ટીમે 30 જેટલા સિલિન્ડર સાથે 1,07,320નો મુદામાલ કબ્જે કર્યો

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના નેટવર્કનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ પર્દાફાશ કર્યો છે. જેમાં વેરાવળ તાલુકાના સુપાસી ગામે આવેલી વાવડી રોડ પર ગેસના ગેરકાયદેસર રિફીલિંગ નેટવર્કનો ભંડાફોડ થયો છે, જિલ્લામાં ગેસ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરતી ઘટના અંગે SOG ને મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફએ દરોડો પાડતા સ્થળ પરથી આશરે 30 જેટલા ઘરેલુ તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ સાથે ગેસ રિફીલિંગ માટે વપરાતા જોખમી અને ગેરકાયદેસર સાધનો મળી આવતા તમામ મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ લખમણ વાસા બારડ નામના ઈસમ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. જેમાં ઓછા ખર્ચે ગેસ રિફીલિંગ કરી લોકો સુધી પહોંચાડવાનું આ નેટવર્ક લાંબા સમયથી કાર્યરત હોવાની આશંકાના આધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ દરોડાની કાર્યવાહી જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની માર્ગદર્શનમાં SOG પી.આઈ. ડી.એમ. કાગડા, પી.એસ.આઈ રીનાબેન સુવા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટીમે ઝડપાયેલા સિલિન્ડર અને સાધનો મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરી છે. પોલીસે દરોડા દરમ્યાન સ્થળ પરથી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ખાલી-ભરેલા બાટલા – 30 (રૂ. 95,320), ગેસ રીફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર – 2 (રૂ. 6,000), રેગ્યુલેટર અને નળીઓ – 4 (રૂ. 1,000), વજન કાંટો – 1 (રૂ. 5,000) કુલ મળી રૂ. 1,07,320 નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દામાલ વેરાવળ ગ્રામ્ય મામલતદારને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. હાલ પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપી સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ગેરકાયદેસર રિફીલિંગથી મોટો અકસ્માત બની શકે

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવું અત્યંત જોખમી છે. આવી પ્રવૃત્તિઓમાં સલામતીના કોઈ નિયમોનું પાલન થતું નથી, જેના કારણે આગ અથવા વિસ્ફોટ જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. સુપાસી ગામમાં ઝડપાયેલું આ નેટવર્ક પણ આસપાસના વિસ્તારમાં રહેવાસીઓ માટે ગંભીર જોખમ બની શકે તેમ હતું.

 

ગેસના કાળા બજાર પર કાબૂ લાવવાની જરૂર

આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં હજુ પણ ગેસના કાળા બજારનું જાળું સક્રિય છે. સ્થાનિક તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને કડક કાર્યવાહી જરૂરી બની છે જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવી શકાય. સુપાસી ગામે SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના ધંધા સામે મોટો ઝાટકો સાબિત થઈ છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરીને આવા નેટવર્કને જડમૂળથી ઉખેડી શકે છે.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 6 days ago
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?