રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
વાંસોજના ઉમેદવારને સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અગ્નિવીર ભરતીમાં દોડ દરમ્યાન પડી જતા ઉના વાંસોજના ભાવેશ કોટડીયાનો પગ ભાંગી ગયો હતો. તેમને તત્કાલ 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, ભાવેશભાઈ રમેશભાઈ કોટડીયા (ઉંમર 20, રહેવાંસોજ ગામ તાલુકો ઉના જાગીર સોમનાથ વાળા ગઈકાલે રાત્રે 11 વાગ્યાં આસપાસ પોતે રાજકોટના રેસકોર્સમાં આર્મી ભરતી ગ્રાઉન્ડમાં કોઈ કારણોસર ચાલુ દોડમાં પડી જતા પગ ભાંગી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. ભાવેશ 1 ભાઈ અને 1 બહેનમાં નાનો છે.
તેને પ્રથમથી જ સેનામાં ભરતી થઈ દેશ સેવા કરવા નક્કી કરી લીધું હતું. તે લાંબા સમયથી આર્મી ભરતી પરીક્ષાની તૈયારી કરતો હતો. દરમ્યાન અગ્નિવીર ભરતી આવતા રાજકોટ ખાતે તે ભરતી મેળામાં શારીરિક કસોટી માટે આવ્યો હતો. 1600 મિટરની દોડમાં તેણે દોડવાનું શરૂ કર્યું હતું. ગ્રાઉન્ડનું અંતિમ રાઉન્ડ હતું ત્યાં જ અચાનક તે પડી ગયો હતો અને હોસ્પિટલ લાવતા પગમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું.


