કપાસિયા તેલ ૨૫૧૦, પામોલિન ૨૨૯૫ અને સૂર્યમુખીનું તેલ ૨૫૪૦ પર પહોંચ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશમાં ગત વર્ષ 2024-25માં મગફળીનું 119.42 લાખ ટન અને સોયાબીનનું 152.68 લાખ ટન વિક્રમજનક ઉત્પાદન થયાનું કેન્દ્ર સરકારે હરખભેર જાહેર કર્યું હતું અને ગુજરાતમાં આ વર્ષે 52.20 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું તે ઈ.સ. 2025- 26માં તો તે વિક્રમ પણ તોડીને પહેલા અંદાજમાં 66 લાખ ટન અને બાદમાં 60 લાખ ટન થયાનું જાહેર થયું છે. પરંતુ, આ મગફળીમાંથી તેલમિલો દ્વારા બનાવાતું સિંગતેલ કે જેમાં ગુજરાત સરપ્લસ હોવા છતાં સસ્તા સિંગતેલનો લાભ મળવાનું તો દૂર, ઉલ્ટુ સિંગતેલ ડબ્બાના ભાવ રૂ।.3000ને પાર કરી દીધા છે.
ગત વર્ષની મગફળીના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો થયો ત્યારે સિંગતેલના ભાવ ઘટવાનું તો દૂર રહ્યુ, ગત વર્ષ કરતા 25 ટકાનો વધારો થયો છે. માત્ર મગફળી નહીં, પણ તેના વિકલ્પમાં વપરાતા કપાસિયા તેલના 15 કિલો ડબ્બાના ભાવ ગત તા. 28 ફેબુ્રઆરીએ મહત્તમ રૂ।. 2300 હતા તે આજે રૂ।. 2510 ઉપર પહોંચાડી ગયાં છે. જ્યારે આયાતી પામતેલ પણ રૂ।. 2100 ની નીચે રહેતું તે વધીને રૂ।. 2275 એ પહોંચ્યું છે. સૂર્યમુખીનું તેલ રૂ।. 2290 થી વધીને રૂ।. 2540એ પહોંચ્યું છે.


