By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor
Last updated: 2026/03/28 at 4:07 PM
3 months ago
Share
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
SHARE

રૂ.૨૦૯.3૨ કરોડનાં પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ.પ૪3.૮૯ કરોડનાં ૪૦ વિકાસ પ્રકલ્પોનાં ખાતમુર્હૂત

રેલનગરમાં ૧૦૧૦ પરિવારોને ઘરનું ઘર મળશે : ઘંટેશ્વર, રૈયાધાર ખાતે નવા  સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના વિકાસને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૨૮ને શનિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો અમલમાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

આ કાર્યક્રમમાં મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, પ્રોટોકોલ, ગુજરાત સરકાર તથા રાજકોટ જીલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષા મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ગુજરાત સરકારના દર્શનાબેન વાઘેલા, રાજકોટના સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિતિ રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.૨૦૭.૩૧ કરોડના ૫ મહત્વપૂર્ણ, આવાસ, પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટમાં રેલનગર વિસ્તારમાં રૂ. ૧૧૯.૦૫ કરોડના ખર્ચે કુલ ૨૫૦૭૧.૧૫ ચો.મી. ક્ષેત્રફળના બે પ્લોટમાં EWS- II પ્રકારના ૧૦૧૦ આવાસો તથા ૪૭ દુકાનોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવેલ છે.

આ આવાસ યોજનામાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આવાસ યોજના થકી ૧૦૧૦ પરિવારોને ઘરનું ઘર મળશે.

વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૩.૩૦ કરોડના ખર્ચે રૈયાધાર ખાતે હાલના ૫૬ MLD STP પાસે ૨૩ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રકલ્પમાં ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૩૦.૮૫ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તાર માટે ૧૫ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. સાથે ૫ વર્ષ માટે કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા રૂ. ૧૫.૮૧ કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં સીવેજ પમ્પીંગ સ્ટેશન-૧ અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-૨ બનાવવામાં આવ્યા છે. સાથે રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી, પમ્પીંગ મશીનરી SITC તેમજ પમ્પીંગ સ્ટેશન માટે ૨ વર્ષના કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે. આ પ્રકલ્પથી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ અસરકારક બનશે.

ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. ૫૪૩.૮૯ કરોડના ૪૦ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.

બાંધકામ વિભાગ

બાંધકામ વિભાગ દ્વારા શહેરના માર્ગો, નગર સુવિધાઓ, જાહેર ઈમારતો તથા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. ૩૬૮.૦૧ કરોડના કુલ ૨૯ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામો પૂર્ણ થતા શહેરના માર્ગ નેટવર્કમાં સુધારો થશે તથા નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ

વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ. ૧૭૩.૧૭ કરોડના ૭ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો પૂર્ણ થતા નવા વિસ્તારોમાં પાણી પુરવઠો સુધરશે તથા હાલની વ્યવસ્થામાં ક્ષમતા વધારો થશે.

ડ્રેનેજ વિભાગ

ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ. ૧.૯૬ કરોડના ૩ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સુવિધા વધુ મજબૂત બનશે અને વરસાદી પાણી તથા ગટર વ્યવસ્થામાં સુધારો થશે.

રોશની વિભાગ

રોશની વિભાગ દ્વારા રૂ. ૭૫ લાખના ૧ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પથી શહેરના માર્ગો તથા જાહેર સ્થળોએ પ્રકાશ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે.

આ તમામ પ્રકલ્પો પૂર્ણ થતા શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનશે, સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતા વધશે, ડ્રેનેજ નેટવર્ક વિસ્તરશે, માર્ગ સુવિધાઓમાં સુધારો થશે તેમજ નાગરિકોને આધુનિક નગર સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ઉપરાંત શહેરના વિસ્તરતા વિસ્તારોમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે જે ભવિષ્યના આયોજન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ વિકાસપ્રકલ્પો શહેરને સ્વચ્છ, સુવ્યવસ્થિત, આધુનિક અને સુવિધાસભર શહેર બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે તા.૨૮/૩/૨૦૨૬ના રોજ કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક માઈલસ્ટોન સાબિત થશે.

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
રાજકોટ

ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’

Editor By Editor 6 hours ago
ક્રૂડના ભાવ ધડામ, રાહતની ઘંટડી વાગી
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
MCXમાં સોના – ચાંદીમાં ઘટાડો, ક્રૂડ નરમ; શેરબજારમાં તેજીનો માહોલ
સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલનો સિક્યુરીટી સુપરવાઈઝર રૂ.૨ હજારની લાંચ લેતા ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?