દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ
દમણ ACB દ્વારા કાર્યવાહી કરાતા પોલીસ બેડામાં ભારે ચકચાર
અગ્ર ગુજરાત, દીવ
દીવ પોલીસ સ્ટેશન અને કોસ્ટલ પોલીસમાં SHOના ચાર્જમાં PSI બ્રેનડેન એજવેલોએ પૈસાની લેતીદેતીની માંગણી કરતા એક વ્યક્તિએ તેની ફરિયાદ એન્ટી કરપ્શન યુનિટ દમણમાં કરતા અધિકારીએ દીવમાં આવી અને ગુપ્ત રીતે માહિતી એકત્ર કર્યા બાદ PSI બ્રેનડેન એજવેલો ઉપર FIR નોંધાવી. ત્યારબાદ કરપ્શનના ચાર્જ લગાડી અને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. PSIને નિવૃત થવામાં માત્ર એકાદ માસ જ બાકી હોય અને આવી કાર્યવાહી થતાં હવે તેમને જતી જીંદગીએ કોર્ટના ધક્કા ખાવાનો વારો આવ્યો. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના શાસનકાળમાં અનેક લોકોએ ભ્રષ્ટાચાર કરેલ હોય અને ભ્રષ્ટાચાર કરેલા દરેક લોકો પર સખ્ત કાર્યવાહી પણ કરી છે.


