By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટિકિટના ટકરાવ બાદ હવે ખુરશીની ખેંચતાણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ટિકિટના ટકરાવ બાદ હવે ખુરશીની ખેંચતાણ

Editor
Last updated: 2026/04/29 at 4:46 PM
2 months ago
Share
ટિકિટના ટકરાવ બાદ હવે ખુરશીની ખેંચતાણ
SHARE

ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પક્ષો માટે વધુ એક કસોટી

ટિકિટના ટકરાવ બાદ હવે ખુરશીની ખેંચતાણ

ચૂંટણી પહેલા ટિકિટ બાબતે પક્ષોમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો : ટિકિટ ફાળવણી બાદ નારાજ કાર્યકરોએ પક્ષ સામે જ મોરચા માંડયા’તા

ચૂંટણીમાં ડેમેજ કંટ્રોલ કરનાર પક્ષો માટે હવે મહત્વના હોદાઓના વિસ્તરણનો સૌથી મોટો પ્રશ્ન સર્જાશે

છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર ઉમેદવારો જીતી જતાં મનપામાં મેયર, સ્ટે.ચેરમેન, તાલુકા-જિલ્લા અને નગરપાલિકામાં પ્રમુખની ખુરશી માટે અત્યારથી લોબિંગ શરૂ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. જયારે આમ આદમી પાર્ટીનો પોતાનો વોટશેર વધ્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા હવે રાજકીય પક્ષો માટે હોદેદારોની પસંદગી પેચીદો મુદ્દો બન્યો છે. રાજકીય પક્ષોમાં નારાજગી પ્રર્વતી રહી છે. જે ચૂંટણી સમયે ખુલ્લીને બહાર આવી હતી.

ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ ટિકિટની ફાળવણી થઇ હતી. પરંતુ ટિકિટ ફાળવણીથી નારાજ અને પોતાના નામની બાદબાકી થતા ઘણા કાર્યકરોએ પક્ષ સામે મોરચા માંડયા હતા અને પક્ષની વિરૂધ્ધમાં જ બેફામ બોલાવ્યા હતાં. ચૂંટણી સમયે રાજકીય પક્ષ આ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ હવે મુખ્ય કસોટી સામે આવી છે. જેમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહત્વના હોદાઓ પર કોને બેસાડવા.

આ ચૂંટણીમાં ભાજપે ૧૫ પાલિકામાં પોતાનો કબ્જો જમાવ્યો છે. જયારે 3૪ જિલ્લા પંચાયતમાંથી 33માં સત્તા પર આવશે. .જયારે આમ આદમી પાર્ટી એક પર સત્તા પર આવી છે. તાલુકા પંચાયતમાં ૧૦ પર આમ આદમી પાર્ટી, ૧૯માં કોંગ્રેસ છે. કોગ્રેસે છ નગરપાલિકા પણ જીત મેળવી છે. ત્યારે આ તમામ સંસ્થાઓ પર હવે સત્તાધીશોની નિમણુંક કરવામાં આવશે.

રાજકોટ મનપામાં મેયર પદ માટે સામાન્ય પુરૂષ ઉમેદવારની વરણી કરાશે. આ પદ માટે છેલ્લી ઘડીએ ટિકિટ લઇ આવનાર ડો.નેહલ શુકલ મજબૂત દાવેદાર ગણવામાં આવે છે. પરંતુ પોતાના લડાયક મિજાજ માટે તેઓ જાણીતા છે. જયારે અન્ય જૂના જોગીઓ પણ જીતવામાં સફળ થયા છે. ત્યારે ભાજપ માટે આ પેચીદો પ્રશ્ન ઉભો થયો છે.

રાજયભરમાં ભાજપ દ્વારા નવા અને જૂના ચહેરાની પેટર્ન અપનાવવામાં આવી હતી. જેમાં ૭૦ ટકા નવા ચહેરા અને 3૦ ટકા જૂના ચહેરાઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. જયારે આપે તમામ નવા ચહેરાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસ મોટા ભાગના જૂના ચહેરા પર જ પસંદગી ઉતારી હતી.

આમ આદમી પાર્ટીએ આ વખતે જોર બતાવ્યું છે. અને ૧૦ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત કબ્જે કરી છે. પરંતુ તેમના માટે પણ સૌથી મોટો પડકાર સત્તાધીશોની પસંદગીનો છે. આપ પાસે મોટા ભાગના નવા અને બીન અનુભવી ચહેરા હોવાથી શાસન કેવી રીતે ચલાવવું તે પણ મુંઝવણ થશે તેવી રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચા થઇ રહી છે.

કોંગ્રેસ લગભગ ડેમેજ થઇ ગઇ છે. મોટા ભાગની બેઠકો ગુમાવી છે. જયાં જીતમાં છે ત્યાં પણ કાર્યકરોમાં અંદરખાને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે હોદાઓની નિયુકિતમાં કોઇ ભડકો ન થાય તે જોવું રહ્યું તેવુ ચર્ચાઇ રહ્યું છે.

જનતાએ જે જવાબ આપ્યો છે તેમાં ઘણુ બધુ આવી ગયુ : મુખ્યમંત્રી

સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા અને જીતની ઉજવણી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે ગુજરાતની જનતાનો સૌથી પહેલા આભાર માન્યો. તેમણે કહ્યું કે ભાજપને જીત અપાવવા બદલ આભાર. દાદાએ જણાવ્યું કે જે રીતે જનતાએ ચૂંટણીમાં જવાબ આપ્યો છે તેમાં ઘણું બધું આવી ગયું છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે કાર્યકર્તાઓ દ્વારા જે મહેનત કરવામાં આવી તેને લઈને કહ્યું કે અમે આજ રીતે આગળ વધતા રહીશું.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતના નાગરિકો હોશિયાર છે. તેમણે યોગ્ય સમયે જવાબ આપીને લોકોને બતાવી દીધું કે તેઓ કોણ છે. સાથે જ તેમણે કહ્યું ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો સહકુટુંબ છે. જે આ વર્ષે વધારે મજબૂત થયું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌથી પહેલા તો ગુજરાતની જનતાને નમન કરીને તેમનો આભાર માન્યો. છેલ્લા 30 વર્ષથી વિકાસની રાજનીતિને ગુજરાતના લોકોએ જે સમર્થન આપ્યું છે. તેનો તેમણે આભાર માન્યો હતો.

AAP અઢળક સીટો જીતી, આ જનતાની જીત” : ઇસુદાન ગઢવી

ચૂંટણીના પરિણામો બાદ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે અને પાર્ટી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમણે જણાવ્યું કે કુલ 5,445 ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી અને તેઓ “ક્રાંતિ વીર” તરીકે સામે આવ્યા છે.

ગઢવીએ કહ્યું કે ઉમેદવારોને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઉમેદવારી અટકાવવાના પ્રયાસો, ધમકી, દબાણ, ખોટી માહિતી ફેલાવવી, તેમજ કાર્યકર્તાઓ સામે FIR અને ધરપકડ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી મેદાનમાં ટક્યા રહ્યા. તેમણે તમામ ઉમેદવારો, કાર્યકર્તાઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે આ જીતનો શ્રેય કાર્યકર્તાઓની મહેનત અને જનતાના વિશ્વાસને જાય છે. તેમણે ફરી દોહરાવ્યું કે આ જીત પાર્ટીની નહીં પરંતુ ગુજરાતની જનતાની છે. તેમણે ઉમેર્યું કે આગામી પાંચ વર્ષ પાર્ટી લોકોના હક અને અધિકારો માટે સંઘર્ષ ચાલુ રાખશે.

 

કોંગ્રેસ જવાબદાર વિપક્ષ અને પ્રજાના પ્રશ્નોએ લડતી રહેશે : અમિત ચાવડા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપના કુશાસન-ભ્રષ્ટાચાર સામેનો લોકોનો આક્રોશ અને નારાજગી મતમાં પરિવર્તિત થયો નથી. અલબત્ત, જે તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટીને લોકોએ આશીર્વાદ આપ્યા છે ત્યારે કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવીને જનતાનો અવાજ બની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ, લોકોના હક્ક અને અધિકાર માટે લડત આપશે. જ્યાં કોંગ્રેસને સત્તા મળી છે તેવી પંચાયતોમાં પ્રમાણિકતા અને પૂરી નિષ્ઠાથી વહીવટ કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા તેમણે ઉમેર્યું છે કે, ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ હતાશ થયા વિના લોકશાહીની રક્ષા અને બંધારણ બચાવવાની કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી લોકોની વચ્ચે જઈ વિશ્વાસ કેળવીશું.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપરમાં બકરા મુદ્દે પડોશીઓ વચ્ચે અથડામણ, મહિલાને પથ્થરના ઘા ઝીંકાયા
રાજકોટ

શાપરમાં બકરા મુદ્દે પડોશીઓ વચ્ચે અથડામણ, મહિલાને પથ્થરના ઘા ઝીંકાયા

Editor By Editor 5 days ago
ગીર સોમનાથની ચેરીટી કમિશ્નર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ગોંડલમાં પ્રથમ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી
 કુવાડવા પોલીસે બુટલેગરને મોરે મોરો આપી બે ગાડીમાંથી ૬.33 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
ઈલેક્ટ્રિક વાહનો પર RTO ટેક્સ થઈ શકે છે શૂન્ય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?