અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો
500 છાત્રોને મોમેન્ટો અર્પણ, વૃક્ષારોપણ કરી તેના જતનના સંકલ્પ લેવાયા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ટાગોર હોલ, પાલડી ખાતે ભવ્ય “તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટોપ ૫૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના આરંભે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપની વાર્ષિક એજ્યુકેશન ડાયરી ૨૦૨૬નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ડાયરીમાં શિક્ષણક્ષેત્રને ઉપયોગી માહિતી, કારકિર્દી માર્ગદર્શન, શૈક્ષણિક સંસ્થાઓની વિગતો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત ગૌભક્ત પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ (ભાગવત કથાકાર) તથા પૂજ્ય શ્રી ડૉ. લંકેશ બાપુ (ઇન્ટરનેશનલ કથાકાર) એ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતાં.
૫૦૦ વિદ્યાર્થીઓએ એકસાથે પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ ગ્રહણ કર્યો હતો. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન્સ, ગુજરાતના ચેરમેન હેમાંગ રાવલ એ વિદ્યાર્થીઓને સંકલ્પ લેવડાવ્યો હતો. વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ, પાણી બચાવ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, સ્વચ્છતા જાળવવા તથા સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવાના સંકલ્પ સાથે “ગ્રીન એમ્બેસેડર અભિયાન” માં જોડાઈ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના નોલેજ પાર્ટનર તરીકે Admission & Marketing Director કાસીફ અબ્બાસી તથા તેમની ટીમ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી. સાથે સાથે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણજગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના વાઇસ ચેરમેન સતીશ શાહ, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન્સના પ્રદેશ પ્રમુખ ઝકૃત આચાર્ય, પૂર્વ પ્રમુખ સમીર ગજ્જર, સુહાગ પંચાલ, સેક્રેટરી રઉફ અલી સૈયદ, ખજાનચી બિપિન ખંડવી, પ્રોગ્રામ કન્વીનર તથા વાઇસ પ્રેસિડેન્ટ મનીષ વી. પંચાલ, વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ ત્રિવેદી, સરજુ ચૌહાણ, સંજય પરમાર, રામ આહિર તથા કમિટી સભ્યો અનિલ ડાંગી, અમિત રાજપુત, દિપક પરમાર, મેહુલ ચૌહાણ, હેમંત ચૌહાણ, મુકેશ ગાંગાણી અને ચિંતન શાહ સહિત કારોબારી સભ્યો તથા શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન એસ.આઈ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોએ આયોજનની પ્રશંસા કરી હતી.


