વેપાર ધંધાને વિકસાવવા AIના ઉપયોગ અંગે નિષ્ણાંતોનું માર્ગદર્શન
રાજકોટ ચેમ્બર અને ડીજીએફટી દ્વારા વર્કશોપ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા જોઈન્ટ ડીજીએફટી રાજકોટના સયુંકત ઉપક્રમે “AI Fundamentals Workshop” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા, જોઈન્ટ ડીજીએફટી રાજકોટના FTDO રાજેશ જાટવે, આજી જીઆઈડીસી ઈન્ડ. એસોસીએશનના પ્રમુખ નરેશભાઈ શેઠ, વકતા ચેતનકુમાર પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપને બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારોએ લાભ લીધો હતો.
ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌને આવકારી રાજકોટ ચેમ્બર દ્વારા અવાર-નવાર વિવિધ સેમીનારનું આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે આજના ડિઝીટલ યુગમાં આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (AI) આગામી સમયમાં વેપાર-ધંધાને વિકસાવવા માટે કેટલું ઉપયોગી બની રહેશે તેમજ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આજના વર્કશોપમાં આપવામાં આવશે જે ખુબ જ ઉપયોગી બની રહેશે. વધુમાં વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ પ્રશ્ન કે સમસ્યા હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપવા અનુરોધ કરેલ. જેથી કરીને તેનું યોગ્ય નિરાકરણ લાવી શકીએ.
વકતા ચેતનકુમાર પટેલએ ChatGPT, Gemini, Claude અને NotebookLM જેવા વૈશ્વીક સ્તરે લોકપ્રિય બનેલા AI ટુલ્સ પાસે શ્રેષ્ઠ કામ કેવી રીતે લઈ શકાય તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. તેમણે બિઝનેશ ઓટોમેશન, માર્કેટીંગ સ્ટ્રેટેજી, કન્ટેન્ટ રાઈટીંગ અને દૈનીક પ્રોડકિટવિટી વધા૨વા માટે આ ટુલ્સનો ઉપયોગ કઈ રીતે શકાય તે પ્રેકિટકલ પ્રોમ્પ્ટ રાઈટીંગ દ્વારા સમજાવ્યું હતું. આ ઉપરાંત અલગ અલગ ડોમેનના વાસ્તવિક ઉદાહરણો આપીને AI ની મદદથી માત્ર થોડી જ મિનિટોમાં પ્રોફેશનલ ઈમેઈલ, રિપોર્ટ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે તૈયાર કરવા જેવા વિવિધ મુદાઓની માહિતી આપેલ હતી. વર્કશોપ દરમ્યાન વેપાર-ઉદ્યોગકારો દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ હતા. સમગ્ર વર્કશોપનું સંચાલન આજી જીઆઈડીસી ઈન્ડ. એસોસીએશનના પ્રમુખ નરેશભાઈ શેઠએ કરેલ અને સૌનો આભાર વ્યકત રાજકોટ ચેમ્બરના ટ્રેઝ૨૨ વિનોદભાઈ કાછડીયાએ કરી હતી તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.


