સૌ.યુનિ. કર્મચારી મંડળ દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનું બહુમાન
મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીની શુભેચ્છા મુલાકાત લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૯૭૨માં સ્થપાયેલ અને જેને રાજકોટ મહાનગરની સ્માર્ટ સોસાયટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી.નાં હોદ્દેદારો દ્વારા રાજકોટ મહાનગરના નવનિયુકત મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ હાઉસીંગ સોસાયટીના વિકાસના કાર્યોમાં હંમેશા મદદરૂપ થનાર મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીનું સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ કે. ડોડીયા, સોસાયટીના મંત્રી અને જાણીતી સેવાભાવી સંસ્થા સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહભાઈ પરમાર , સહમંત્રી રમેશ સભાયા , કારોબારી સભ્ય તેમજ સોસાયટીના સિનિયર મેમ્બર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઈજનેર ડી. પી. ત્રિવેદી દ્રારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ સોસાયટીનો સુવર્ણ જયંતી વર્ષનો અંક મેયર ડો. નેહલ શુક્લ અને ડે. મેયર શ્રીમતી દક્ષાબેન વસાણીને ભેટ આપવામાં આવેલ.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના મનપાને લગતા તમામ વિકાસના કામોમાં હંમેશા હકારાત્મક વલણ અપનાવીને સહયોગી બનનારા રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ હરીભાઈ પટેલ, શહેર ભાજપના અગ્રણી વિક્રમભાઈ પૂજારા તેમજ વોર્ડ નં-૯ નાં પ્રભારી કુલદીપસિંહ જાડેજા તેમજ વોર્ડ નં ૯નાં કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, જયસુખભાઇ કાથરોટીયા, જાનકીબેન જીતુભાઈ કટોળીયા તેમજ પૂર્વ કોરપોરેટર જીતુભાઇ કટોળીયાનો સોસાયટીના હોદ્દેદારો દ્વારા આભાર માનવામાં આવેલ.


