By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ

Editor
Last updated: 2026/06/01 at 4:26 PM
2 weeks ago
Share
અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ
SHARE

અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને નાયબ મામલતદાર વિરૂદ્ધ જમીન દબાણની ફરિયાદ

સુરત કલેક્ટર સમક્ષ રજૂઆત: અધિકારીને સસ્પેન્ડ કરી તપાસ કરવા માંગ

 

અગ્ર ગુજરાત, સુરત

​સરકારી જમીનોનું રક્ષણ કરવાની જેમના શિરે મુખ્ય જવાબદારી હોય છે, તેવા જ એક ઉચ્ચ મહેસૂલી અધિકારી પોતે સરકારી જમીન દબાવીને બેઠા હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. કામરેજ (સુરત) ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ હિંમતભાઈ પાનસુરીયા અને તેમના સગા ભાઈ, જેઓ અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય છે, તેમની સામે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી રાખવાની ગંભીર ફરિયાદ અમરેલી જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદાર વિરુદ્ધ  સુરત જિલ્લા કલેક્ટર  સમક્ષ લેખિત અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે કાયદાના રક્ષક એવા અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તટસ્થ તપાસ કરવાની માંગ પ્રબળ બની છે.

​અરજદાર વિનોદભાઈ દેવશીભાઈ બગડા (રહે. વાંશિયાળી, તા. સાવરકુંડલા) દ્વારા સત્તાવાર પુરાવા સાથે કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી ગામે આવેલી ‘શ્રી સરકાર’ જમીન સર્વે નંબર ૨૬૫ પૈકી ૨ ને કાનૂની પ્રક્રિયાના અંતે ગત તારીખ ૧૬/૦૬/૨૦૨૩ ના રોજ સત્તાવાર હુકમ કરીને સરકાર હસ્તક (ખાલસા) કરવામાં આવી હતી.

​આશ્ચર્યની વાત એ છે કે, સરકારનો આદેશ હોવા છતાં નાયબ મામલતદાર અને તેમના પદાધિકારી ભાઈએ સત્તાના જોરે આ જમીન ખાલી કરી નથી. આજદિન સુધી આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખીને સરકારના જ ખાલસા હુકમનો સરેઆમ અનાદર કરવામાં આવી રહ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ છે.

​આ કેસમાં સૌથી ગંભીર વળાંક એ છે કે, નાયબ મામલતદાર શ્રી હસમુખભાઈ પાનસુરીયા અગાઉ સાવરકુંડલા ખાતે જ મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા હતા. એ સમયે તેમણે પોતાના સત્તાવાર સરકારી હોદ્દા અને પ્રભાવનો દુરુપયોગ કરીને આ સમગ્ર ગેરરીતિ આચરી હોવાની પાકી આશંકા સેવાઈ રહી છે. એક જવાબદાર વહીવટી અધિકારી પોતે જ કાયદાકીય આદેશોનું ઉલ્લંઘન કરે તે ગુજરાત મુલ્કી સેવા (વર્તણૂક) નિયમોનો પણ ગંભીર ભંગ ગણાય.

​પ્રાપ્ત વિગતો અનુસાર, આ કર્મચારી વિરુદ્ધ હાલમાં માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, અમરેલી દ્વારા ગંભીર પ્રકારની વહીવટી તપાસ ચલાવવામાં આવી રહી છે. અરજદારે સુરત કલેક્ટરને નમ્ર અપીલ કરી છે કે જ્યાં સુધી આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી ન થાય (સંપૂર્ણ સત્ય સામે ન આવે), ત્યાં સુધી નાયબ મામલતદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, જેથી તેઓ વગ વાપરીને તપાસને પ્રભાવિત ન કરી શકે.

​આ મામલાની ગંભીરતાને જોતાં આ અરજીની નકલ ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના અગ્ર સચિવશ્રીને પણ મોકલી આપવામાં આવી છે. પુરાવા તરીકે જમીનના નકશા, કબજાના ફોટોગ્રાફ્સ અને અગાઉના અખબારી અહેવાલો પણ બિડાણ સ્વરૂપે રજૂ કરાયા છે, જેના કારણે મહેસૂલ વિભાગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

You Might Also Like

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

પટેલ યુવા પ્રગતિ મંડળનો 40મો સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો 

સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત

કૌશલમ્ ઇ-ટૅકનો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ‘AI’ના સદુપયોગ દ્વારા ‘ભાષાસજ્જતા’ સેમિનાર યોજાયો

વસ્તી ગણતરીના ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારતા બેંક ઓફ ઇન્ડિયાના કર્મી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહુવાના કળમોદરમાં નવા ચેકડેમનું કાર્ય શરૂ
રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહુવાના કળમોદરમાં નવા ચેકડેમનું કાર્ય શરૂ

Editor By Editor 4 days ago
બામણબોર ચેકપોસ્ટ પરથી 31 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
વિવેકાનંદ યુથ કલબ દ્વારા થેલેસેમીયા પીડિત બાળકો-પરીવાર માટે આનંદોત્સવ’ યોજાયો
તાલાલામાં હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ધો.૮ના છાત્રાનું મોત
સોનું, ચાંદી, ક્રૂડ અને રૂપિયાની ચાલે બજારમાં જમાવી ચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?