સાંનિધ્ય સોસાયટીમાં પશુ-પક્ષીઓ અને પ્રકૃતિને ઉપયોગી ફૂલ-છોડનું કરાયું વૃક્ષારોપણ
અગ્ર ગુજરાત, રાજકોટ
પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતન અર્થે સાંનિધ્ય સોસાયટી દ્વારા એક સરાહનીય અને અનોખા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત પ્રકૃતિને અનુકૂળ રહે તેવા, ભગવાનની પૂજા-અર્ચનામાં ઉપયોગી ફૂલો આપતા છોડ તેમજ પશુ-પક્ષીઓ અને સમગ્ર પર્યાવરણ માટે ઉપયોગી એવા વિવિધ ફૂલઝાડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રકૃતિને બચાવવાના આ ભગીરથ પ્રયાસમાં સોસાયટીના નાના બાળકોથી લઈને મહિલાઓ, ભાઈઓ તેમજ વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પ્રેમથી સભર બની ગયું હતું.
આ સરાહનીય કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના અગ્રણીઓ ઇશાનભાઇ, જીતુભાઇ, ભાસ્કરભાઇ, નિરવભાઇ, ઉદાનીભાઇ, પ્રતિકભાઇ અને દીર્ઘાયુભાઇ તેમજ સોસાયટીના વડીલોએ જહેમત ઉઠાવી વિશેષ સહયોગ આપ્યો હતો. સોસાયટીના રહીશો દ્વારા હાથ ધરાયેલા આ પ્રકૃતિલક્ષી કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.


