By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 week ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ એક વિવાદ વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ એક વિવાદ વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ

agragujaratnews
Last updated: 2023/10/17 at 9:16 PM
3 years ago
Share
ગૂજરાત વિદ્યાપીઠમાં વધુ એક વિવાદ વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ
SHARE

  • સમૂહ જીવનનો વિચાર જેના પાયામાં છે ત્યાં નવા સત્તાધીશોની ભેદભાવભરી નીતિ
  • અગાઉ ફી વધારો અને સર્વધર્મ પ્ર્રાર્થના ગાવાને લઈ વિવાદ સર્જાયો હતો
  • છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ

જે સંસ્થામાં વિદ્યાર્થીઓ હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે, સમુહ જીવનના વિચાર જેના પાયામાં છે એવી શહેરના આશ્રામ રોડ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈ નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના ભેદભાવ ભરી નીતિથી શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર સદંતર પ્રતિબંધ લાદતાં ભારે આક્રોશ ફેલાયો છે. એટલુ જ નહી, વિદ્યાર્થિનીઓ ક્યાંક વિરોધ ન કરી શકે એ માટે ગૃહમાતા દ્વારા તેમને છાત્રાલયમાંથી કાઢી મુકવાની ધમકીઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ પ્રથમ ફી વધારો એ પછી સર્વધર્મ પ્રાર્થના અટકાવવાના વિવાદ બાદ ગુજરાતની સંસ્કૃતિ સમા ગરબા મહોત્સવના નવા વિવાદથી ચકચારી મચી છે. આ અંગે કુલનાયકે જણાવ્યુ હતુ કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરાતું હોય છે અને આ મુદ્દે મને કોઈ જાણ નથી. બીજી તરફ વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ છે કે, કુલનાયકે પ્રથમ ગરબાનું આયોજન ન કરવાની સૂચના અપાઈ હતી. રજિસ્ટ્રારે હંમેશાની માફક ચુપકીદી જ સેવી હતી.

વિદ્યાપીઠના કુમાર વિનયમંદીર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાપીઠના સેવક તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એક પદ્ધતિથી થતાં આયોજનમાં નિત્ય સમય એટલે કે, 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થતા હોય છે અને એ પછી થોડો સમય વિદ્યાર્થીઓના ગરબા ચાલતાં હોય છે. આ દરમિયાન છાત્રાલયમાંથી આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગૃહમાતાઓ પણ હાજર હોય છે. પરંતુ આ વખતે વિદ્યાપીઠના નવા શાસકો દ્વારા પ્રથમ તો ગરબાના આયોજન પર જ રોક લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મંજુરી આપી હતી. એ પછી અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહી, વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હંમેશની માફક મોટાભાગના વિભાગીય અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનુ નામ મરી પાડવાની તસ્દી લીધી ન હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એક અધ્યાપિકા દ્વારા જ વિદ્યાર્થિનીઓને સપોર્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ મુકવાના મામલે કન્યા છાત્રાલયના ગૃહમાતા રીટાબેન પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થિનીઓને એક્ઝામ હોવાથી તેઓ અહીં ગરબા રમે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને જુદા-જુદા ગરબા રમવા પાછળનું કારણ પૂછતાં તેમણે જાણે કોઈ જવાબ જ ન આપવો હોય તેમ કહ્યુ કે, ભઈ મને નથી, ખબર તમે વાઈસ ચાન્સેલરને પૂછો, બાકી રૂબરૂ વાત કરીશું.

You Might Also Like

 દિવાળી સુધરી! કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

ખોખડદળ-વડાળી ડ્રાફટ ટીપી સ્કીમ નં.૫૪ સરકારમાં મોકલવા લીલીઝંડી

 રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દિવાળીની રજાઓ જાહેર, તા.૭ થી ૧3મી સુધી હરરાજી બંધ

 ફટાકડાના સ્ટોલ માટે ફાયર વિભાગમાં આવેલી 3૭3 અરજીમાંથી ૨૯૯ને મંજૂરી

 તહેવારમાં ૧૫૦૦થી વધુ ૧૦૮ ઇમરજન્સીની વ્યવસ્થા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની આક્રોશ રેલી
ગુજરાત

ઉપલેટાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતોની આક્રોશ રેલી

Editor By Editor 1 day ago
બામણબોર પાસે આઇસરમાંથી 21.892 કિ.ગ્રામ ગાંજો ઝડપાયો
સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોના મહાસંમેલનમાં સરકાર સામે લડવાનો નિર્ધાર
 એરેના એનિમેશન દ્વારા ‘એલ્યુમની મીટ અને પદવીદાન સમારોહ-૨૦૨૬’ સંપન્ન
 દીપોત્સવી પર્વ નિમિત્તે રેસકોર્સ રિંગ રોડ ફરતે ભવ્ય રંગોળી કરાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?