By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 hour ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી

Editor
Last updated: 2026/05/30 at 3:50 PM
21 minutes ago
Share
બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી
SHARE

બાબાસાહેબના બોર્ડ મુદ્દે વિવાદ વકર્યો: પંચાયતની જમીન પર કાર્યવાહી વખતે તંગદિલી

વડોદ ગામે પંચાયતની ખુલ્લી જગ્યામાં બોર્ડ મૂકવા મુદ્દે માથાકૂટ ; સરકારી કામગીરીમાં અવરોધ અને ધમકી આપવા મામલે 4 સામે ગુનો

અગ્ર ગુજરાત, રાજકોટ

જસદણ તાલુકાના વડોદ ગામમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીનને લઈને ઉભા થયેલા વિવાદે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે. પંચાયતની ખુલ્લી જગ્યામાં બિનઅનુમતિપૂર્વક બોર્ડ મૂકીને જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે સ્થળ પર કાર્યવાહી કરવા પહોંચેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ફરજમાં અવરોધ ઊભો કરાયો હોવાની ફરિયાદના આધારે જસદણ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડોદ ગ્રામ પંચાયતનો વધારાનો ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી મહેશભાઈ કુકડીયાએ જસદણ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં રમેશ હમીર ચાવડા, પ્રવીણ માલા ચાવડા, આણંદપરના રમેશ તેમજ અમરેલીના વસંત ચાવડાના નામ આપ્યા છે. ફરિયાદમાં સરકારી કામગીરીમાં અડચણ, ધમકી અને ફરજમાં રૂકાવટ કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાક્રમની શરૂઆત એપ્રિલ મહિનામાં થઈ હતી, જ્યારે વડોદ ગામના સરપંચે તલાટીને જાણ કરી હતી કે ગામની નવી આંગણવાડી નજીક આવેલી પંચાયતની ખુલ્લી જગ્યામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ચિત્ર ધરાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન આ બોર્ડ મૂકવા માટે પંચાયતની કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ પંચાયતના પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સંબંધિત લોકોને સમજાવટ કરવામાં આવી હતી કે બોર્ડ પંચાયતની માલિકીની જમીન પર લગાવવામાં આવ્યું હોવાથી તેને સ્વેચ્છાએ દૂર કરવામાં આવે. જોકે અનેક બેઠકો અને ચર્ચાઓ છતાં કોઈ સહમતિ સર્જાઈ નહોતી. મામલો આગળ વધતા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરી અને પોલીસ તંત્ર પણ પ્રક્રિયામાં જોડાયા હતા.
સમાધાનનો માર્ગ શોધવા માટે અનેક પ્રયાસો થયા હતા. પંચાયત દ્વારા સ્થળ પર જાહેર નોટિસો ચોંટાડવામાં આવી હતી અને સંબંધિત પક્ષોને જમીન ખાલી કરવા તેમજ બોર્ડ હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ તબક્કે નોટિસો આપ્યા બાદ પણ બોર્ડ યથાવત રહેતા આખરે પ્રશાસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. વિવાદને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મામલતદારના આદેશથી પોલીસ સુરક્ષા સાથે અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન પંચાયત દ્વારા વિવાદિત સ્થળના બદલે અન્ય યોગ્ય જગ્યા ફાળવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી અને સંબંધિત વ્યક્તિને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.
ફરિયાદ મુજબ કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી ગણાતા રમેશ ચાવડાએ અગાઉથી આયોજનબદ્ધ રીતે મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષોને સ્થળ પર ભેગા કર્યા હતા. અધિકારીઓ સ્થળે પહોંચ્યા બાદ રમેશ ચાવડાએ પોતાના હાથમાં રહેલું કોઈ પ્રવાહી પી લીધું અને જમીન પર સૂઈ ગયા હતા. આ ઘટનાને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને પ્રશાસનના કર્મચારીઓએ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે હાજર ટોળાએ વિરોધ નોંધાવી કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી અને પોલીસની મદદથી સંબંધિત વ્યક્તિને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓનો આક્ષેપ છે કે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પ્રશાસનના કર્મચારીઓને તેમની ફરજ બજાવવામાં મુશ્કેલી પડે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં વધુ એક ગંભીર આક્ષેપ એવો પણ કરવામાં આવ્યો છે કે પંચાયત કચેરી ખાતે હાજર એક વ્યક્તિએ અમરેલીમાં રહેતા વસંત ચાવડાનો ફોન સ્પીકર પર ચાલુ રાખીને અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ વાતચીતનો ઇનકાર કરતાં ફોન પર ધમકીભર્યા શબ્દો બોલવામાં આવ્યા હતા અને ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટનાને પણ સરકારી કામગીરીમાં દખલગીરી અને દબાણ ઊભું કરવાના પ્રયાસ તરીકે ગણવામાં આવી છે. સમગ્ર મામલે જસદણ પોલીસે ફરિયાદના આધારે ચારેય આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓ, સ્થળ પર હાજર રહેલા લોકોની ભૂમિકા તેમજ સરકારી કામગીરીમાં અવરોધના આક્ષેપોની તપાસ હાથ ધરી છે. વડોદ ગામની પંચાયત જમીનને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે કાયદાકીય કાર્યવાહી સુધી પહોંચતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

You Might Also Like

ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર

ચિમનભાઇના દિકરા તરીકે પ્રજાના કામ કરવા નેહલ શુકલને વરિષ્ઠ નેતા વજુભાઇની સલાહ

જન્મ-મરણ વિભાગમાં અરજદારો માટે છાંયડો, બેઠક અને છાશની વ્યવસ્થા કરાઇ

વરસાદની છડી! રાજકોટમાં એક જ દિવસમાં તાપમાન 3૭ ડિગ્રી ઘટયું

ઘંટેશ્વર-પરાપીપળીયાની પ્રાથમિક ટીપીને સરકારની મંજૂરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
રાજકોટ

રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ

Editor By Editor 1 day ago
સરપંચની હેરાનગતિથી વ્યથિત યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર
રાજકોટ મનપામાં ૭૬ દિવસ બાદ સત્તાનો તાજ વિતરણ
જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?