By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા

Editor
Last updated: 2026/07/28 at 4:12 PM
1 day ago
Share
બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા
SHARE

બામણબોર પાસે 7.24 લાખના 14.485 કિલો ગાંજા સાથે યુવક અને સગીર ઝડપાયા

ઓડિશાથી રાજકોટ સુધી ગાંજાની સપ્લાયનો ભાંડો ફોડતું SOG ; હિતેષ ગોહેલની શોધખોળ, અગાઉ પણ એક ખેપ માર્યાની કબૂલાત

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર એસઓજીએ વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બામણબોર નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી રૂ. 7.24 લાખની કિંમતનો 14.485 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી એક યુવક અને તેના સાથેના સગીરને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજો ઓડિશાથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાનું તેમજ અગાઉ પણ આવી જ એક ખેપ સફળતાપૂર્વક પહોંચાડ્યાની માહિતી સામે આવતા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસ વધુ તેજ કરી છે.
મળતી માહિતી મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો મોટી માત્રામાં માદક પદાર્થ લઈને બામણબોર તરફથી રાજકોટ આવી રહ્યા છે. બાતમીના આધારે ટીમે બામણબોરથી આગળ આવેલા અમદાવાદ-રાજકોટ હાઇવે પર રામદેવ હોટલ નજીક વોચ ગોઠવી હતી.
થોડા સમય બાદ શંકાસ્પદ હાલતમાં પસાર થતાં બે વ્યક્તિઓને અટકાવી તેમની પાસે રહેલા પોટલાની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા એફએસએલ અધિકારી સમીર જોષીની મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક પરીક્ષણમાં તે ગાંજો હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેનો જથ્થો કબજે કરી વજન કર્યું હતું. કુલ 14.485 કિલોગ્રામ ગાંજાની બજાર કિંમત રૂ. 7,24,250 આંકવામાં આવી હતી. સાથે જ બંને પાસેથી બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે વનરાજ ઉર્ફે ટકો રવજીભાઈ ઉર્ફે સવજીભાઈ હાંડા (ઉ.વ. 21), રહે. આરએમસી ક્વાર્ટર, બાલાજી હોલ પાછળ, રાજકોટ તેમજ તેની સાથેના એક સગીરને કસ્ટડીમાં લઈ એનડીપીએસ એક્ટ હેઠળ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન વનરાજે પોતે માત્ર કેરિયર તરીકે કામ કરતો હોવાની માહિતી આપી હતી. તેના જણાવ્યા મુજબ રાજકોટના હિતેષ ગોહેલના કહેવા મુજબ ઓડિશાથી ગાંજાની ખેપ લાવવામાં આવી હતી અને આ બદલ તેને નક્કી કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. એટલું જ નહીં, અગાઉ પણ આવી જ એક ખેપ રાજકોટ સુધી પહોંચાડવામાં સફળતા મળી હોવાનું તેણે જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ આ નિવેદનની સત્યતા ચકાસવા તેમજ સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ એન.બી. ચૌધરી, પીએસઆઇ વી.વી. ધ્રાંગુ સહિતની ટીમે આ સફળ કાર્યવાહી અંજામ આપી હતી. હવે પોલીસનું મુખ્ય ધ્યાન ફરાર હિતેષ ગોહેલને ઝડપી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા પર કેન્દ્રિત થયું છે. આ કાર્યવાહીથી શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત

રાજુલાના હિંડોરણા ગામે સતનામ પંજાબી ઢાબામાં ગેસ સિલિન્ડર લીંકેજ થતાં બ્લાસ્ટ: ૬ લોકો દાઝ્યા

જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ

 ગોંડલ પાલિકાના જનરલ બોર્ડમાં ટ્રાફિક અને દબાણ પ્રશ્ને લેવાયા આકરા નિર્ણયો

સાવરકુંડલાના ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન શિબિર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
રાજકોટ

જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ

Editor By Editor 13 hours ago
જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત
ચાંદીપુરા વાયરસ અને પાણીજન્ય રોગચાળો અટકાવવા તંત્ર એકશનમાં
 રાજકોટમાં ૧૬૭મા આવકવેરા દિવસની ઉજવણી: ફેન્સી ડ્રેસ, ચિત્ર સ્પર્ધા અને ઓર્કેસ્ટ્રાના સૂર રેલાયા
MBBS બોન્ડ સિસ્ટમમાં ફેરફાર કરવા ગુજરાત સરકારની વિચારણા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?