By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    15 minutes ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    23 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન

Editor
Last updated: 2026/06/18 at 2:51 PM
1 hour ago
Share
BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન
SHARE

BAPS સંસ્થાને હિંદુત્વના વિશ્વવ્યાપી આંદોલન સુધી પહોંચાડનાર પ્રમુખસ્વામી મહારાજનો આજે પ્રમુખવરણી દિન

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આજે જેઠ સુદ ચોથના પવિત્ર દિવસે પ્રમુખવરણી દિનની શ્રદ્ધા, ભક્તિ અને મહિમાભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા માટે અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી છે, કારણ કે આ જ પવિત્ર દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ૨૮ વર્ષના યુવાન સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખપદે વરણી કર્યા હતા.

ભગવાન સ્વામિનારાયણના અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના શુદ્ધ સિદ્ધાંતના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સને ૧૯૦૭માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી હતી. તેમની દિવ્ય દીર્ઘદ્રષ્ટિથી તા. ૨૧-૦૫-૧૯૫૦ના રોજ અમદાવાદની આંબલીવાળી પોળમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભગવી શાલ ઓઢાડી સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક વરણી દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાને એવા ગુરુહરિ પ્રાપ્ત થયા, જેમણે “બીજાના ભલામાં આપણું ભલું છે” અને “બીજાના સુખમાં જ આપણું સુખ છે” જેવા જીવનસૂત્રો દ્વારા વિશ્વભરમાં આધ્યાત્મિકતા, સેવા, સંસ્કાર અને માનવતાનો સંદેશ પ્રસરાવ્યો.

પ્રમુખસ્વામી મહારાજનો જન્મ તા. ૦૭-૧૨-૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી તેઓએ ગૃહત્યાગ કર્યો હતો. તા. ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં પાર્ષદ દીક્ષા અને તા. ૧૦-૦૧-૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેમણે તપ, ત્યાગ, તિતિક્ષા, સહિષ્ણુતા, સાધુતા, શુદ્ધ પંચવર્તમાન અને અનન્ય ગુરુભક્તિના આદર્શો દ્વારા અનંત લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પાથર્યો.

આ પવિત્ર પ્રસંગે રાજકોટ મંદિરે પ્રમુખવરણીના ઐતિહાસિક પ્રસંગનું વિશેષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સવારે શણગાર આરતી બાદ પ્રમુખવરણી સંબંધિત કીર્તન ગવાયું હતું. ત્યારબાદ પ્રમુખવરણી દિનનો મહિમા રજૂ કરવામાં આવ્યો હતો. સંતો અને ભક્તોએ ઘુમ્મટમાં બિરાજમાન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ સ્તુતિગાન, પૂજન, હારતોરા અને ચાદર અર્પણ કરીને ગુરુહરિ પ્રત્યે પોતાની ભાવાંજલિ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા સેવાભાવ, નિર્માનપણું, આધ્યાત્મિકતા અને માનવકલ્યાણનો જે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તે આજના સમયમાં પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. પ્રમુખવરણી દિન માત્ર ઐતિહાસિક સ્મૃતિનો દિવસ નથી, પરંતુ ગુરુભક્તિ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવાનો સંકલ્પદિન છે.’

સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. સવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજને ચાદર ઓઢાડવાની સેવાનો લાભ લીધો હતો. આ લાભ બપોર બાદ ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી પણ મળી શકશે. સંતો અને હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, સેવા, વિનમ્રતા અને સર્વહિતભાવને યાદ કરી તેમના દર્શાવેલા માર્ગે ચાલવાનો સંકલ્પ કર્યો હતો.

 

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત
સુરેન્દ્રનગર

 તા.27મીએ સુરેન્દ્રનગરમાં “કિસાન મહાપંચાયત”: આપની જાહેરાત

Editor By Editor 24 hours ago
ગોંડલની અવની ઓઈલ મિલમાં મશીનમાં ફસાઈ જવાથી મહિલા શ્રમિકનું મોત
વર્ક ફ્રોમ હોમ! સામાજીક સંપર્ક ઘટવાથી એકલતા પણ વધ્યું
યુદ્ધ વિરામની આશાએ કોમોડિટી અને શેરબજારમાં તેજી
સીટીઝન કાઉન્સિલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ : યોગ્ય તપાસની માંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?