By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    2 hours ago
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 weeks ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

Editor
Last updated: 2026/07/20 at 4:30 PM
2 hours ago
Share
જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું
SHARE

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

ચોરવાડ અને માણાવદરની હદમાં ત્રણ વિવિધ સ્થળોએ સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો: રૂ.2.13 કરોડનો મેદ્દામાલ જપ્ત: ૮ ઝડપાયા, ૫ વોન્ટેડ

અગ્ર ગુજરાત, જૂનાગઢ

ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર SMCની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર બાયોડીઝલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી 3 અલગ-અલગ જગ્યાઓ પર એકસાથે ઓચિંતી રેડ પાડીને કુલ રૂ. 2,13,48,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાળા કારોબારમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

પોલીસે ધમધમતા શંકાસ્પદ અડ્ડાઓ અને ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર સપાટો બોલાવીને કુલ 30,970 લીટર ડીઝલના નામે ભળતું શંકાસ્પદ જ્વલંતશીલ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપી લીધું છે, જેની કિંમત અંદાજે રૂ. 28.21 લાખ થાય છે. આ ઉપરાંત, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 15 જેટલા મોટા વાહનો (ટ્રક, આઈસર અને બસ), 7 ઇલેક્ટ્રિક મોટર, 9 લિક્વિડ સ્ટોરેજ ટાંકાઓ, ડિસ્પેન્સર મશીનો અને રૂ. 58,250/- ની રોકડ રકમ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી છે.

​સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી આ દરોડાની પ્રથમ રેડ ગડુ ગામથી માળિયા જવાના રસ્તા ઉપર આવેલા ભવાની કોમ્પ્લેક્ષમાં, શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર-3 અને 4 ખાતે કરવામાં આવી હતી. આ ચોક્કસ સ્થળેથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 18,300 લીટર, 3 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 4 વાહનો, 5 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 14,500/-, 1 મોબાઈલ તથા પાઇપો, કેરબા અને માપિયા મળીને કુલ રૂપિયા 51,78,560/- નો મુદ્દામાલ મળ્યો હતો જે જપ્ત કરાયો છે.

આ પ્રથમ દરોડામાં સ્થળ પરથી વાહનોમાં જ્વલનશીલ પ્રવાહીનું ફ્યુલીંગ કરતા શાહીલખા રહીમખા લીગારી અને અર્જુનકુમાર મેરૂભાઈ ગલચરની ધરપકડ કરાઈ છે, તેમજ વાહનમાં ફ્યુલ ભરાવવા આવેલા ડ્રાઈવર નરેશકુમાર કરશનભાઈ ડાભી અને રાજુભાઈ હાથાભાઈ રાડાને પણ પોલીસે ઝડપી લીધા છે, જ્યારે જ્વલનશીલ પ્રવાહીનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ નાથાભાઈ સોલંકી અને ગેરકાયદે જથ્થો પૂરો પાડનાર અજાણ્યો શખસ એમ 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

આ ઓપરેશન અંતર્ગત બીજી રેડ માળિયા (હાટીના) તાલુકાના ગડુ ખાતે, ગડુ-ચોરવાડ હાઈ-વે પર આવેલી વૃંદાવન હોટલની બિલકુલ બાજુમાં ‘રાધે એન્ટરપ્રાઈઝ’ નામના અડ્ડા પર કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 10,070 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 2 વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 39,250/-, 2 નંગ મોબાઈલ ફોન તથા પાઇપો, કેરબા, માપિયા અને કેલ્ક્યુલેટર મળી કુલ રૂપિયા 27,38,820/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ જગ્યાએથી વાહનોમાં પ્રવાહી ફ્યુલીંગ કરનાર આરોપી ફારૂક ગુલમહમદ દલ અને વાહનમાં ઇંધણ ભરવા આવેલા ડ્રાઈવર લાખાભાઈ રાજાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાયોડીઝલનો ગેરકાયદે વેપાર કરનાર મુખ્ય આરોપી ગૌતમભાઈ લખમણભાઈ કારેથા, ભરતભાઈ બાબુભાઈ કોરીયા અને ગેરકાયદેસર વેપાર કરનાર સંચાલક અનવર સીલેમાન હોઠી એમ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર નાસતા ફરતા હોય તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

​જ્યારે ત્રીજી મોટી રેડ માણાવદર વિસ્તારમાં મીતડી રોડ પર આવેલા તિલક ચેમ્બરના નિલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસને ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી 2,600 લીટર, 2 ઇલેક્ટ્રિક મોટર, 1 ડિસ્પેન્સર મશીન, 13 જેટલા વાહનો, 2 પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકાઓ, રોકડ રકમ રૂપિયા 4,500/-, 2 નંગ મોબાઈલ તથા ડી.વી.આર., પાઇપો અને કેરબા મળીને કુલ રૂપિયા 1,34,31,500/- નો અધધ મુદ્દામાલ કબજે કરવામાં ભારે સફળતા મળી છે.

અહીંથી આ જ્વલનશીલ પ્રવાહી ઇંધણ તરીકે વેચાણ કરનાર મુખ્ય આરોપી સોમીલભાઈ ગોપાલભાઈ ભીમાણી અને વાહનમાં બળતણ ભરાવવા આવેલા આરોપી જીતેશ પ્રભુદાસ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ નેટવર્કના મૂળિયાં ઘણા ઊંડા હોવાથી આગામી તપાસમાં જે પણ અન્ય મુખ્ય ઓપરેટર્સ કે સપ્લાયરોના નામ ખુલશે તે તમામ સામે કડક કાર્યવાહી કરાશે.

You Might Also Like

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

જૂનાગઢના ધારા મર્ડર પ્રકરણમાં સુરજ ભુવાજી સહિત પાંચ આરોપીઓને આજીવન

સાયલેન્સ ઝોનથી ગેરકાયદે રિસોર્ટ સુધી સરકારનો મોટો પ્રહાર

 અસ્થિ વિસર્જન કરવા જતાં પરિવારનો અકસ્માત, ચારના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા
રાજકોટ

રાજકોટમાં આઇશ્રી પૂ.નાગબાઇ માતાજીની વિરાટ પ્રતિમા સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા

Editor By Editor 2 days ago
તળાજામાં વૈદિક દિનચર્યા કથાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન
માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ
 રાજકોટથી ૨૯ ઓગસ્ટે ઊપડશે ‘ભારત ગૌરવ ટ્રેન’
કોઠારીયા રોડ પર સોફાના કારખાનામાં અગ્નિકાંડ : ધુમાડાના ગૂંગળામણથી પાર્ટનરનું કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?