By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    23 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2024/03/11 at 8:11 PM
2 years ago
Share
ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ
SHARE

વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

રાજકોટ જિલ્લામાં ૮૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પરીક્ષાર્થીઓને નડી ટ્રાફિક જામની સમસ્યા

સમગ્ર ગુજરાત રાજ્‍યમાં આજથી પરીક્ષાની મોસમ ખીલી છે. આજથી ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧૨ની પરીક્ષાનો શુભારંભ થયો છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં કૌશલ્‍ય ઝળકાવવા લાખો વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશ મેળવ્‍યો હતો. જેમાં રાજકોટ શહેરમાં આજથી ધો.10ની પરીક્ષાનો પ્રારંબ હ થતાં વિદ્યાર્થીઓને શાળામાં અડધો કલાક વહેલા પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં સવારે 10 વાગ્યે ન્યુ એરા સ્કૂલ ખાતે કલેકટર,  DDO, SPએ જી. કે. ધોળકિયા ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક – પુષ્‍પગુચ્‍છ અર્પણ કરીને અવકાર્યા હતા. આજથી ધો.10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ત્યારે પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું હતી. જેમાં રાજકોટ શહેર-જિલ્લામાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Contents
વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયુંરાજકોટ જિલ્લામાં ૮૦ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેપરીક્ષાર્થીઓને નડી ટ્રાફિક જામની સમસ્યા

આજથી શરૂ થયેલી ધો. ૧૦-૧૨ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્‍વની કસોટી આપી રહ્યા છે. ધો. ૧૦-૧૨ની પરીક્ષા ન્‍યાયિક માહોલ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ – અધિકારીઓએ કડક પ્રબંધો કર્યા છે. આમ, શાળાની આસપાસ આવેલી તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવી હતી. વાલીઓ વિદ્યાર્થીઓને શાળા મૂકવા જતાં મોટાભાગની શાળાઓની આસપાસ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. રાજકોટ જિલ્લામાં ધો.10-12ના 80 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે આયોજન કરવામાં આવ્‍યુ છે.

ધો.10 અને ધો.12ની પરીક્ષા તા.11 માર્ચથી 22 માર્ચ દરમ્‍યાન લેવાશે. ગુજરાત રાજયમાં ધો.10ના 9  લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12 વિજ્ઞાનપ્રવાહ અને ધો.12 સામાન્‍ય પ્રવાહમાં કુલ 6 લાખ 21 હજાર પરીક્ષાઓ તેમની કારર્કીદીની અગત્‍યની કસોટી આપનાર છે. ધો.10-12ની શિક્ષણબોર્ડની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાય તે માટે શિક્ષણબોર્ડ દ્વારા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાએ ખાસ એકશન પ્‍લાન તૈયાર કર્યો છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણબોર્ડ દ્વારા તા.11 માર્ચથી શરૂ થનારી ધો.10-12 ની પરીક્ષામાં ધો.10માં 9,17,687 ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં 1,32,073 તેમજ ધો.12 સામાન્‍ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ઇજનેરી કોર્ષ માટે લેવાની ગુજકેટની પરીક્ષા તા.31 માર્ચે લેવાશે. રાજયમાં ગુજકેટની પરીક્ષામાં કુલ 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો.10ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજયના 981 કેન્‍દ્ર, ધો.12 સામાન્‍ય પ્રવાહમાં  અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા 653 કેન્‍દ્રોમાં લેવાશે. ધો.10-12ની પરીક્ષામાં કેન્‍દ્રમાં મોબાઇલ કે અન્‍ય ઇલેકટ્રીક ગેજેટ લઇ જવા પર પ્રતિબંધ છે. ગુજરાતના તમામ પરીક્ષા કેન્‍દ્રો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ લેવાશે. ધો.10-12ની પરીક્ષા દરમ્‍યાન વિદ્યાર્થીનો સમયસર પરીક્ષા કેન્‍દ્ર ઉપર પહોંચે તે માટે એસ.ટી. દ્વારા વિશેષ રૂટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ધો.10-12ની પરીક્ષાના રાજયના 140 સ્‍ટ્રોંગરૂમ ઉપર કડક પ્રબંધો વચ્‍ચે પ્રશ્‍નપત્રો મોકલાવામાં આવ્‍યા છે. જયાં થ્રી-લેયર સીકયુરીટી હેઠળ પ્રશ્‍નપત્રો સાચવામાં આવશે. ધો.10-12 ની પરીક્ષા માટે સ્‍ટ્રોંગરૂમમાંથી નીકળેલા પ્રશ્‍નપત્રો નિયત પરીક્ષા કેન્‍દ્રો સુધી અને ત્‍યાંથી પરીક્ષા રૂમ સુધી પહોંચે તે માટે એપ્‍લીકેશનના માધ્‍યમથી પ્રશ્‍નપત્રોનું ટ્રેકીંગ કરવામાં આવ્‍યું છે. ગુજરાતમાં જીલ્લા મથકોએ પરીક્ષા માટે ખાસ કન્‍ટ્રોલરૂમ ખુલી ગયા.

આ વર્ષે લોકસભાની ચુંટણી હોય શિક્ષણબોર્ડ દ્વારા શિક્ષકો પાસેથી વહેલાસર ધો.10-12ની ઉતરવહી ચકાસણી કરવાનું આયોજન થયું છે. દર વર્ષ કરતા આ વર્ષે ધો.10-12ની પરીક્ષાનું વહેલુ પરિણામ જાહેર થશે. ધો.10-12ની પરીક્ષા દરમ્‍યાન જ ઉતરવહી મુલ્‍યાંકન તેમજ બીજા દિવસથી જ ગુણની એન્‍ટ્રી કરવામાં આવશે.

 

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
રાજકોટ

આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન

Editor By Editor 6 days ago
જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના વિસ્તારમાં ફિલ્ડમાં ઉતરવાનો આદેશ
રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન મકવાણા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ
રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
ઉનામાં ગુમ થયેલ ૧૬ મોબાઈલ શોધી મુળ માલિકોને પરત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?