ધોરાજીમાં રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં બાટલાનું બેસણું
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે અને કમર તોડ વધારાથી ગુજરાન ચલાવું મુશ્કેલ : મહિલાઓ
અગ્ર ગુજરાત, ધોરાજી
રાંધણ ગેસનાં બાટલા માં સતત વધારો થઈ રહયો છે ત્યારે ધોરાજીની મહીલાઓ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો . જેમાં રાંધણ ગેસ ની બોટલ નું બેસણું યોજવામાં આવ્યું હતું. અને આક્રોશ ભેર વિરોધ તેમજ નારાબાજી કરવામાં આવી હતી.
પશ્ર્ચિમ એશીયા નાં ભૌગોલીક તણાવ અને વૈશ્વિક ઉર્જા માર્કેટ માં ઉથલપાથલ નેં કારણે ઘરેલુ LPG નાં ભાવો મા તાજેતરમાં મોટો વધારો થઈ રહયો છે. છેલ્લા ત્રણ ચાર મહિના માં ઘરેલુ ગેસ સિલિન્ડર નાં ભાવો આસમાને પહોંચી ગયા છે ત્યારે છેલ્લે રૂપિયા 29 નો વધારો નોંધાયો હતો ત્યારે તમામ ગૃહિણી ઓનું બજેટ ખોરવાયું ગયું છે અને મોંઘવારી નો માર અને આવક કરતા જાવક વધારે અને ઘરમાં એક બે વ્યક્તિ પર ઘર ચાલતું હોય અને તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ના લોકો ને જીવન ગુજારવુ અતિશય મુશ્કેલ બની ગયું છે જેને કારણે ધોરાજી ની મહીલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી અને શહેર નાં મુખ્ય માર્ગ પર ગેસ નાં સિલિન્ડર રાખીને અને ગેસ સિલિન્ડરનું બેસણું કર્યું હતું અને શંખનાદ કરી સૂત્રોચાર કર્યા હતા. અને પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.
વિસ્તારના રહીશ પ્રિયંકા બેન ચાવડા, અશફાક ભાઈ, અક્ષા બેન લુલાણીયા, અને નીતા બેન સહિત એ ગૃહિણી ઓને અને તેમના પરિવાર જનો નેં કેવી રીતે જીવનનિર્વાહ કરવો પડી રહ્યો છે તેની વ્યથા ઠાલવી હતી અને ફક્ત ગેસ સિલિન્ડર નાં ભાવો નહિ પણ દરેક ચીજ વસતુ ઓ નાં ભાવ વધ્યા છે તે ભાવો સરકાર દ્વારા પાછાં ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.


