ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું
મશીન, ડમ્પર સહિત રૂ.૫૧.૯૦ લાખનો મુદામાલ જપ્ત કરાયો : રેત ચોરી કરનારામાં ફફડાટ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતીનું ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૧,૯૦,૦૦૦/- સાથે ઝડપી લીધા હતા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિમ રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓએ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IF (IPS), રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
એસ.ઓ.જી. શાખાના અધિકારી ઓ કર્મચારીઓ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે, ધોરાજી તાલુકાના ભોલગામડા ની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે રેતીનું ગેરકાયદેસર ખનન કરવાની કામગીરી ચાલુ હોય, જે હકિકત આધારે ભુસ્તર શાસ્ત્રી , ખાણ ખનીજ વિભાગ રાજકોટના રોયલ્ટી ઇન્સ્પેકટર કિશનભાઈ રાણવા તથા રોયલ્ટી ઇન્સ્પેકટર જૈમીનભાઇ પટેલ તથા તેઓની ટીમ તથા ધોરાજી તાલુકાના પોલીસ કર્મચારીઓ સાથે રેઇડ કરતા લીઝ ધારક રતીલાલ જેશાભાઈ ડઢાણીયા રહે.ભોલગામડા હાલ રાજકોટ વાળા ની સાદી રેતી ખનીજ ની પોતાની મજુર થયેલ કવોરી લીઝ વિસ્તારની બહાર રેતીનું ગેરકાયદેસર ખનન તથા સંગ્રહ કરતા હોય જે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસ દ્વારા એસ્કેવેટર મશીન, ટ્રક જીજે-૨૪-V-૯૫૭૮, માલવાહક ટ્રક જીજે-૩૬-T-૭૫૪૪, ખનન તથા સંગ્રહ કરેલ રેતી આશરે ૫૦૦ મેટ્રીક ટન, અન્ય ૫ ખાલી માલવાહક ટ્રકોને MV ACT ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ છે.
રેડની કામગીરી કરનાર એસ.ઓ.જી. શાખાના પો.ઈન્સ. એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા તથા પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, તથા ફિરોઝભાઇ બ્લોચ તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, તથા વિપુલભાઈ ગોહિલ તથા નિર્મળસિંહ ચુડાસમા તથા ચીરાગભાઈ કોઠીવાર તથા કલ્પેશભાઈ કોઠીવાર તથા નવદિપભાઇ બાબરીયા તથા રઘુભાઇ ત્રકટા તથા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલ.


